Yashasvi Jaiswal Records: ભારતીય ટીમને મળી ગયો છે લેફ્ટ હેડ બેટિંગનો બાદશાહ. મારે છે એવા ફટકા કે ના પૂછો વાત. હાલમાં જ તેણે પોતાના નામે એવો રેકોર્ડ કરી લીધો છે જે ક્યારેય સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને શુભમન ગિલ સહિતના ખેલાડીઓ પણ નથી કરી શક્યા.  યશસ્વી જયસ્વાલે રચ્યો ઈતિહાસ, આવી સિદ્ધિ કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો. યશસ્વી જયસ્વાલે ચીનના હાંગઝોઉમાં રમાયેલી એશિયન ગેમ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં નેપાળ સામે એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન હાંસલ કરી શક્યો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યશસ્વી જયસ્વાલે ઈતિહાસ રચ્યો-
યશસ્વી જયસ્વાલે એશિયન ગેમ્સ હાંગઝોઉની ક્વાર્ટર ફાઈનલ મેચમાં નેપાળ સામે તોફાની સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. જે અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન હાંસલ કરી શક્યો નથી. એશિયન ગેમ્સમાં ભારત માટે સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ પ્રથમ પુરુષ ખેલાડી છે. યશસ્વી જયસ્વાલે આ મેચમાં 48 બોલમાં પોતાની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલે એશિયન ગેમ્સ હાંગઝોઉની ક્વાર્ટર ફાઈનલ મેચમાં નેપાળ સામે પોતાની ઈનિંગમાં 7 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. યશસ્વી જયસ્વાલ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન પણ બની ગયો છે.
 



 


શુભમન ગિલનો રેકોર્ડ તૂટ્યો-
યશસ્વી જયસ્વાલ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન પણ બની ગયો છે. જયસ્વાલે ગિલનો રેકોર્ડ઼ તો઼ડીને આ લીસ્ટમાં પોતાનું નામ આગળ કર્યું છે.  


T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન:
21 વર્ષ 279 દિવસ - યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ નેપાળ, વર્ષ 2023
23 વર્ષ 146 દિવસ - શુભમન ગિલ વિ ન્યુઝીલેન્ડ, 2023
23 વર્ષ 156 દિવસ - સુરેશ રૈના વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, 2010


શું છે ગિલનો રેકોર્ડ?
શુભમન ગિલે આ વર્ષે ન્યુઝીલેન્ડ સામે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. સદીના સમયે શુભમન ગિલની ઉંમર 23 વર્ષ 146 દિવસ હતી. યશસ્વી જયસ્વાલ પણ ડાબોડી બેટ્સમેન છે અને આવા બેટ્સમેન કોઈપણ ટીમ માટે સૌથી મોટા એક્સ ફેક્ટર સાબિત થાય છે. ટીમ ઈન્ડિયાનો યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ ફાસ્ટ બેટિંગમાં માહેર છે. આ ખેલાડી ક્રિઝ પર આવતાની સાથે જ તે સૌથી ઘાતક બોલરોની સૌથી પહેલાં અને સૌથી વધારે ધોલાઈ કરે છે.