T20 WC: ક્રિકેટ લવર્સ માટે ગુડ ન્યૂઝ, OTT પર ફ્રીમાં જુઓ વર્લ્ડ કપની તમામ મેચ
T20 World Cup 2024: આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 2 જૂને ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે શરૂ થશે, જે અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. આ વખતે 20 ટીમોની આ ટુર્નામેન્ટમાં કુલ 55 મેચો રમાશે. તમે આ રીતે જોઈ શકશો તમામ મેચ ફ્રી માં.
T20 World Cup OTT: હાલ આઈપીએલ ચાલી રહી છે, અને દિવસે દિવસે તેનો રોમાંચ વધી રહ્યો છે. આઈપીએલ પુરી થતાંની સાથે જ આ રોમાંચમાં થશે વધારો. કારણકે, પછી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ, ટી-20 ક્રિકેટનો વર્લ્ડ કપ. આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે આ વર્લ્ડ કપ. ત્યારે ક્રિકેટ લવર્સ માટે ગુડ ન્યૂઝ, તેઓ ફ્રી માં જોઈ શકશે વર્લ્ડ કપની તમામ મેચ. જાણો વિગતવાર...
આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 2 જૂને ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે શરૂ થશે, જે અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. આ વખતે 20 ટીમોની આ ટુર્નામેન્ટમાં કુલ 55 મેચો રમાશે. તમને જણાવી દઈએ કે ડિઝની હોટસ્ટાર પાસે ભારતમાં આઈસીસી વર્લ્ડ કપના પ્રસારણ અધિકારો છે અને તેણે મોબાઈલ યુઝર્સને ફ્રીમાં મેચ બતાવીને મોટી ભેટ આપી છે. ડિઝની હોટસ્ટારે બુધવારે આની જાહેરાત કરી હતી. મહત્ત્વનું છેકે,
આ રીતે ફ્રી માં જુઓ આખો વર્લ્ડ કપઃ
OTT પ્લેટફોર્મ તમામ મેચો મફતમાં બતાવશે. ઉલ્લેખની છેકે, આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં શરૂ થવા જઈ રહેલા T20 વર્લ્ડ કપના ભારતીય પ્રાયોજક ડિઝની હોટસ્ટારે ક્રિકેટ ચાહકોને આ મોટી ભેટ આપી છે. હવે T20 વર્લ્ડ કપ શરૂ થવામાં માત્ર 3 અઠવાડિયા બાકી છે. દરમિયાન, આ વર્લ્ડ કપના પ્રસારણકર્તાએ OTT પ્લેટફોર્મ પર મેચ જોવાનું આયોજન કરી રહેલા ભારતીય ચાહકો માટે મોટી ભેટની જાહેરાત કરી છે.
એશિયા કપમાં પણ આપી હતી આવી ઓફરઃ
આ બ્રોડકાસ્ટિંગ પ્લેટફોર્મે અગાઉ ગયા વર્ષે એશિયા કપ અને ODI વર્લ્ડ કપમાં આ ફોર્મેટ અપનાવ્યું હતું, જે દર્શકોની દ્રષ્ટિએ સફળ રહ્યું હતું. તમને જણાવી દઈએ કે આ વખતે આ T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ અમેરિકામાં 3 જગ્યાએ જ્યારે કેરેબિયન ટાપુઓના 6 દેશોમાં યોજાશે. ભારતે રોહિત શર્માની કપ્તાની હેઠળ 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે.
અમેરિકામાં રમાશે ભારતની તમામ લીગ મેચો:
આ ટૂર્નામેન્ટમાં ભારત તેની તમામ લીગ મેચો અમેરિકામાં રમશે. ભારતીય ટીમ હાલમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ના સમાપન પછી આ વૈશ્વિક ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ડિઝની હોટસ્ટારના હેડ ઓફ ઈન્ડિયા સજિત શિવાનંદને કહ્યું, 'મોબાઈલ પર ICC T20 વર્લ્ડ કપની ફ્રી સ્ટ્રીમિંગની આ ઓફર સાથે અમે ક્રિકેટની રમતને વધુ સુલભ બનાવવા માંગીએ છીએ. દેશમાં શક્ય તેટલા વધુ દર્શકો સુધી પહોંચીને, ચાહકોને રમતની કોઈપણ ક્ષણને માણવાનું ચૂકી ન જવાની તક આપો.