શું વર્લ્ડકપમાં આ બન્ને બોલરોને લઈ સિલેક્ટર્સે કરી મોટી ભૂલ? IPLમાં થઈ ખુબ ધોલાઈ
T20 World Cup 2024: મંગળવારે પસંદ કરાયેલી ટીમને જોતા, પસંદગીકારોએ સલામત અભિગમ અપનાવ્યો છે. સંદીપ શર્મા, અવેશ ખાન અને ટી નટરાજન જેવા ઝડપી બોલરો, જેમણે ચાલુ IPLમાં ડેથ ઓવરોમાં પોતાની બોલિંગ પ્રતિભાથી પ્રભાવિત કર્યા હતા, તેમની અવગણના કરવામાં આવી હતી.
T20 World Cup 2024: ક્રિકેટનો આગામી ટી-20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર સંયુક્ત રીતે રમાનાર છે. આ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત પણ થઈ ચુકી છે. ફરી એકવાર રોહિત શર્માને જ સોંપવામાં આવી છે ટીમની કમાન. હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવાયો છે. ત્યારે આ ટીમમાં હાલ જે બે ફાસ્ટ બોલર્સની પસંદગી કરાઈ છે તેના પર ઉઠી રહયાં છે સવાલ. મહોમ્મદ સિરાઝ અને અર્શદીપ સિંહની વર્લ્ડ કપ સ્કોડમાં પસંદગી તો કરાઈ છે. પણ તેમનું વર્તમાન પ્રદર્શન કંઈ ખાસ નથી રહ્યું. આઈપીએલમાં આ બન્ને બોલરોની ખુબ ધોલાઈ થઈ રહી છે. ત્યારે ક્રિકેટ લવર્સમાં એવી ચર્ચા છેકે, શું આ બન્ને ખેલાડીઓની વર્લ્ડ કપ માટે પસંદગી એ ભારતની મોટી ભૂલ સાબિત થઈ શકે છે?
ઉલ્લેખનીય છેકે, ભારતની T20 વર્લ્ડ કપ ટીમમાં 4 સ્પિનરો દર્શાવે છે કે ભારતીય પસંદગીકારો યુએસ અને વેસ્ટ ઈન્ડિઝમાં ધીમી સ્પિન-ફ્રેંડલી પિચોની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ શું તેમણે 15 સભ્યોની ટીમમાં માત્ર ત્રણ ઝડપી બોલરોને પસંદ કરીને ભૂલ કરી છે? નું છે. ભારતની T20 વર્લ્ડ કપ ટીમમાં 4 સ્પિનરો દર્શાવે છે કે ભારતીય પસંદગીકારો યુએસ અને વેસ્ટ ઈન્ડિઝમાં ધીમી સ્પિન-ફ્રેંડલી પિચોની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ શું તેમણે 15 સભ્યોની ટીમમાં માત્ર ત્રણ ઝડપી બોલરોને પસંદ કરીને ભૂલ કરી છે? નું છે. ફાસ્ટ બોલિંગમાં પસંદગી પર પણ સવાલો ઉભા થયા છે. IPLની શરૂઆત પહેલા ફાસ્ટ બોલિંગ વિભાગમાં માત્ર જસપ્રીત બુમરાહની પસંદગી નિશ્ચિત હતી, જ્યારે અન્ય ફાસ્ટ બોલરોએ લીગમાં પોતાને સાબિત કરવાની હતી.
સારા સારા બોલર્સની કરાઈ અવગણનાઃ
મંગળવારે પસંદ કરાયેલી ટીમને જોતા, પસંદગીકારોએ સલામત અભિગમ અપનાવ્યો અને 1 જૂનથી શરૂ થનારી ICC ટૂર્નામેન્ટમાં બુમરાહને સમર્થન આપવા માટે મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહની પસંદગી કરી. સંદીપ શર્મા, અવેશ ખાન અને ટી નટરાજન જેવા ઝડપી બોલરો, જેમણે ચાલુ IPLમાં ડેથ ઓવરોમાં પોતાની બોલિંગ પ્રતિભાથી પ્રભાવિત કર્યા હતા, તેમની અવગણના કરવામાં આવી હતી.
સિરાજ-અર્શદીપને પસંદ કરીને પસંદગીકારોએ ભૂલ કરી?
મોહમ્મદ સિરાજે ભારત માટે 10 અને અર્શદીપે 44 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ બંનેનું પ્રદર્શન વર્તમાન IPLમાં સારું રહ્યું નથી, પરંતુ ભારત માટે તેમના ભૂતકાળના પ્રદર્શનના આધારે તેમને ટીમમાં જગ્યા મળી છે. આ જોડીમાં નવા બોલને સ્વિંગ કરવાની ક્ષમતા છે, પરંતુ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં બોલર ડેથ ઓવરોમાં બેટ્સમેનોને કેવી રીતે રોકે છે તે પણ એટલું જ મહત્વનું છે. આ રમતનું તે પાસું છે જેમાં અર્શદીપ અને સિરાજ બંને IPLમાં સારું પ્રદર્શન કરી શક્યા નથી.
આઈપીએલમાં થઈ છે આ બોલર્સની ધોલાઈઃ
મોહમ્મદ સિરાજે 9.50 રન પ્રતિ ઓવરના દરે રન આપ્યા છે, જ્યારે અર્શદીપ પણ ખૂબ ખર્ચાળ સાબિત થયો છે. અર્શદીપે 9 પ્રતિ ઓવરના ઇકોનોમી રેટથી રન આપ્યા છે. જો કે અર્શદીપે 10 મેચમાં 13 વિકેટ લીધી છે. તેણે 2022 T20 વર્લ્ડ કપમાં પણ 10 વિકેટ લીધી હતી. ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપનું ડેથ ઓવરોમાં પ્રદર્શન ચિંતાજનક છે, પરંતુ પસંદગીકારોએ રાષ્ટ્રીય સ્તરે તેનો સારો રેકોર્ડ પણ ગણ્યો છે. તેણે 20.87ની એવરેજ અને 8.63ના ઈકોનોમી રેટથી 62 વિકેટ લીધી છે. સિરાજે ટી20 ઈન્ટરનેશનલમાં 8.78ના ઈકોનોમી રેટથી રન આપ્યા છે.