નવી દિલ્લીઃ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટા વિવાદમાંથી એક એન્ડર્યૂ સાયમન્ડ્સ અને હરભજનસિંહ વચ્ચે મંકીગેટની ઘટના છે. ક્રિકેટ જગતમાં શેન વોર્ન બાદ પૂર્વ ઓસ્ટ્રેલિયા ક્રિકેટર એન્ડર્યૂ સાયમન્ડ્સનું નિધન થયું છે.. એન્ડર્યૂ સાયમન્ડ્સનું શનિવારે રાતે એક્સિડેન્ટમાં નિધન થયુ. સાયમન્ડ્સ વર્ષ 1998થી 2009ની વચ્ચે ઓસ્ટ્રેલિયા માટે ક્રિકેટ રમ્યા. તેમના આ કેરિયરમાં એક વિવાદ સૌથી વધુ ચર્ચામાં છે. 2007-08માં હરભજન સિંહ અને સાયમન્ડ્સ વચ્ચે વિવાદ ઈતિહાસમાં સૌથી મોટા વિવાદમાંથી એક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2007-08માં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર હતી. સીરિઝની બીજા મેચ સિડનીના મેદાન પર ચાલી રહી હતી. આ મેચમાં ખરાબ એમ્પાયરિંગ થઈ હતી. જ્યારે હરભજનસિંહ બોલિંગ કરી રહ્યા હતા, ત્યારે કેપ્ટન રિકી પોન્ટિંગ ભડક્યા હતા, અને એમ્પાયરને હરભજનના વિરૂદ્ધમાં ફરિયાદ કરી હતી. પોન્ટિંગે ભજ્જી પર સ્લેજિંગનો નહી પરંતુ રેસિજ્મનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હરભજને સાયમન્ડ્સને ક્રિઝ પર મંકી કહતા વિવાદ થયો.


જાતિવાદ ટિપ્પણીનો આરોપ-
ICCના નિયમ મુજબ જાતિવાદ ટિપ્પણી કરવું તે મોટો આરોપ છે. કોઈ પણ પ્રકારની જાતિવાદી ટિપ્પણીને ત્રીજા લેવલનો આરોપ માનવામાં આવે છે. જેમાં ખેલાડી પર બેથી 4 વર્ષ સુધીનો પ્રતિબંધ લાગી શકે છે. મેચ પૂર્ણ થયા બાદ સુનાવણી મોડી રાત સુધી ચાલી હતી અને હરભજનને દોષિત જાહેર કરીને ત્રણ મેચનો પ્રતિબંધ લગાવાયો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી, પરંતુ અસલ વિવાદ તો ત્યારે શરૂ થયો. આખી ભારતીય ટીમ અને કેપ્ટન અનિલ કુંબલે પણ આ વિવાદમાં હરભજનને સમર્થન કરી રહી હતી. આખી ટીમે સ્પષ્ટ કર્યુ હતુ કે, ભજ્જી પરથી જાતિવાદી ટિપ્પણીનો આરોપ હટશે ત્યાર બાદ જ તેઓ બીજી મેચ રમશે. 


મામલો ઉગ્ર થતા ICCએ આ સુનાવણી ન્યૂઝીલેન્ડના જજ જોન હૈન્સને સોંપી હતી. જજ જોન હૈન્સને ભજ્જી પર લાગેલા તમામ આરોપને ફગાવતા કહ્યું કે, હરભજને સાયમન્ડ્સને મંકી કહ્યુ જ નથી. આ કારણથી આ વિવાદને મંકીગેટ વિવાદ કહેવામાં આવે છે.