Hardik Pandya ની જગ્યાએ થશે આ ખુંખાર ખેલાડીની એન્ટ્રી! વિકેટ લેશે અને છગ્ગા પણ મારશે
Hardik Pandya Injury: હવે માત્ર 2 જીત અને ભારતીય ટીમ સેમી ફાઇનલમાં છે. પરંતુ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મોટી મેચો પહેલા ઈજાગ્રસ્ત થવો એ ચિંતાનો વિષય છે. તમને જણાવી દઈએ કે હાર્દિક ઈંગ્લેન્ડ સામેની મેચમાં રમશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું, પરંતુ એવું ન થઈ શક્યું. તેને મેદાનમાં પરત ફરવામાં હજુ 2 અઠવાડિયા લાગી શકે છે.
World Cup 2023: વર્લ્ડ કપની યજમાન ટીમ ઈન્ડિયા પોતાના વિજયરથ આગળ વધારી રહી છે. અત્યાર સુધી રમેલી પાંચમાંથી પાંચ મેચ જીતીને ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. વર્લ્ડ કપની આ ટુર્નામેન્ટના ઓપનિંગમાં જ શાનદાર ફોર્મ ચાલતી રહેલો ટીમનો ઓપનર શુભમન ગિલ બીમાર થઈ ગયો હતો. ટુર્નામેન્ટની મધ્યમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થઈને ટીમમાંથી બહાર બેઠો છે. આવી વિપરિત પરિસ્થિતિઓમાં પણ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.
હવે ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલમાં એન્ટ્રી બહુ દૂર નથી. માત્ર 2 જીત અને ભારતીય ટીમ સેમી ફાઇનલમાં છે. પરંતુ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મોટી મેચો પહેલા ઈજાગ્રસ્ત થવો એ ચિંતાનો વિષય છે. તમને જણાવી દઈએ કે હાર્દિક ઈંગ્લેન્ડ સામેની મેચમાં રમશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું, પરંતુ એવું ન થઈ શક્યું. તેને મેદાનમાં પરત ફરવામાં હજુ 2 અઠવાડિયા લાગી શકે છે. દરમિયાન, એક ભારતીય ઓલરાઉન્ડર ફિટ થઈને મેદાનમાં પાછો ફર્યો છે અને ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યો છે. શક્ય છે કે હાર્દિકની જગ્યાએ આ ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવે.
હાર્દિકની વાપસીની રાહ-
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે મેદાનની બહાર છે. તેને સંપૂર્ણ રીતે ફિટ થવામાં ઓછામાં ઓછા બે અઠવાડિયા લાગી શકે છે. હાર્દિકના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા, BCCIના અધિકારીએ કહ્યું, 'નીતિન પટેલની આગેવાની હેઠળની મેડિકલ ટીમ બેંગલુરુના નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (NCA)માં તેનું નિરીક્ષણ કરી રહી છે. ઈજા થોડી વધુ ગંભીર લાગે છે. તેને અસ્થિબંધનની નાની ઈજા થઈ હોય તેવું લાગે છે જેને સાજા થવામાં સામાન્ય રીતે ઓછામાં ઓછા બે અઠવાડિયા લાગે છે. તેની ઈજા ઠીક થાય તે પહેલા NCA તેને છોડશે નહીં. મેડિકલ ટીમે ટીમ મેનેજમેન્ટને કહ્યું છે કે તેઓને આશા છે કે તે જલ્દી મેદાન પર પાછો ફરશે.
આ ઓલરાઉન્ડર ફિટ છે-
ભારતીય ટીમનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ સંપૂર્ણપણે ફિટ થઈને મેદાનમાં પાછો ફર્યો છે. તમને જણાવી દઈએ કે અક્ષર વર્લ્ડ કપ ટીમનો ભાગ હતો, પરંતુ એશિયા કપમાં ઈજાગ્રસ્ત થતાં તેને પડતો મુકવો પડ્યો હતો. તેના સ્થાને આર અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એશિયા કપ દરમિયાન તેને ઈજા થઈ હતી, જેના પછી તે ફાઈનલ પણ રમી શક્યો નહોતો. એવું માનવામાં આવતું હતું કે તેને સ્વસ્થ થવામાં ઘણો સમય લાગશે, પરંતુ થોડા જ સમયમાં તે ફિટ થઈ ગયો અને મેદાનમાં પાછો ફર્યો. તે મેદાનમાં પાછો ફર્યો એટલું જ નહીં, તેણે પોતાનું ઘાતક સ્વરૂપ બતાવ્યું. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ગુજરાત તરફથી રમતા તેણે 27 બોલમાં 52 રનની ઇનિંગ રમી જેમાં 4 સિક્સર સામેલ હતી.
હાર્દિકની ગેરહાજરીમાં કોલ આવી શકે છે-
હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જો કે, આ નિર્ણય સંપૂર્ણપણે મેનેજમેન્ટના હાથમાં છે. પરંતુ જો કોઈ કારણોસર હાર્દિક નોકઆઉટ મેચ પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ શકતો નથી તો મેનેજમેન્ટ અક્ષર પટેલ પર વિચાર કરી શકે છે.