ઝી બ્યૂરો, અમદાવાદઃ ચીન ખાતે એશિયન પેરા ગેમ્સમાં ૬ ગુજરાતી ખેલાડીઓએ ૯ મેડલ મેળવીને રાજયનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યુ. ચીનના હાંગઝોઉ ખાતે તા.૨૦/૧૦/૨૦૨૩ થી તા.૨૮/૧૦/૨૦૨૩ દરમ્યાન એશિયન પેરા ગેમ્સનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પેરા એથ્લેટીકસ, પેરા ટેબલ ટેનીસ, પેરા બેડમિન્ટન, પેરા પાવરલીફટીંગ, પેરા ચેસ, પેરા સાયકલીંગ અને બ્લાઇન્ડ ફુટબોલ રમતોમાં ગુજરાતના ૧૯ ખેલાડીઓએ દેશનું પ્રતિનિધિત્વ કરેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ સાઉથ કોરીયા ખાતે યોજાયેલ એશિયન પેરા ગેમ્સ ૨૦૧૪ માં ગુજરાતના ૦૩ ખેલાડીઓ અને એશીયન પેરા ગેમ્સ ૨૦૧૮ માં ગુજરાતના ૦૯ ખેલાડીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરેલ હતુ. આમ, ઉત્તરોતર ગુજરાતના પેરા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજય તથા રાષ્ટ્રનું નામ રોશન કર્યુ છે. ચીનના હાંગઝોઉ ખાતે યોજાયેલ એશિયન પેરા ગેમ્સમાં વિવિધ રમતોના ૬ ખેલાડીઓએ ૯ મેડલ મેળવીને રાજયનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યુ છે.


જેમાં ભાવીનાબેન પટેલે પેરા ટેબલ ટેનીસમાં સીંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ, દર્પણ ઇનાનીએ ચેસ રમતમાં રેપીડ- સીંગલ્સ અને રેપીડ-ટીમ બંને ઇવેન્ટમાં ગોલ્ડ,    હિંમાંશી રાઠીએ ચેસમાં સ્ટાડર્ડ-સીંગલ્સ અને સ્ટાડર્ડ-ટીમ એમ બંને ઇવેન્ટમાં બ્રોન્ઝ, નિમિષા સુરેશ સી. એ એથ્લેટીકસમાં લોંગ જમ્પ ઇવેન્ટમાં ગોલ્ડ, રચના પટેલે બેડમિન્ટન રમતમાં સીંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ, અશ્વિન મકવાણાએ ચેસ રેપીડ- સીંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ અને રેપીડ-ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીતીને રાજ્ય અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું હતું.


એશિયન પેરા ગેમ્સમાં ભાગ લેનારા અન્ય ખેલાડીઓમાં સોનલબેન પટેલ, જસવંત ચૌધરી, પારૂલબેન પરમાર, રામસીંગ પઢીયાર, અજીતકુમાર પંચાલ, રાકેશ ભટ્ટ, મિત પટેલ, જગદીશ પરમાર, ખોડાજી દાનાજી ઠાકોર, ભાવના અજબાજી ચૌધરી, રામુભાઇ બાંભવા, ગીતાબેન રાવ,વિષ્ણુભા તેજુભા વાઘેલા વગેરેએ પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.