નવી દિલ્લીઃ ગયા વર્ષે ટીમ ઈન્ડિયાના મોહમ્મદ સિરાજને જાતિવાદનો સામનો કરવો પડ્યો હતો.ગયા વર્ષે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા ગઈ હતી તે દરમિયાન આ ઘટના બની હતી...સિરાજ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો તે દરમિયાન સિરાજને જાતિવાદ પરની ટીપ્પણીનો સામનો કરવો પડ્યો હતો...ઉલ્લેખનીય છે કે હાલમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે..ત્યારે આ મામલો સામે આવ્યો છે...આ ઘટના મેચના ચોથા દિવસે બની હતી..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ ખૂબ જ રોમાંચક મેચ જોવા મળી હતી, પરંતુ કેટલાક ભારતીય ચાહકોએ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી છે કે મેચના ચોથા દિવસે તેમને જાતિવાદનો સામનો કરવો પડ્યો હતો. એક યુઝરે લખ્યું કે ઈંગ્લેન્ડના ચાહકોએ એરિક હોલીસ સ્ટેન્ડ પર સીધા ભારતીય પ્રશંસકો સાથે જાતિવાદી ટિપ્પણીઓ કરી. 


ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ કાર્યવાહી કરશેઃ
જાતિવાદી ટિપ્પણીનો મુદ્દો સોશિયલ મીડિયાાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) અને એજબેસ્ટન ગ્રાઉન્ડના અધિકારીઓએ મેચ દરમિયાન જાતિવાદની ઘટનાની નોંધ લીધી છે અને કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. એજબેસ્ટનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે કહ્યું, 'આવી વાતો સાંભળીને મને આઘાત લાગ્યો છે, કારણ કે અમે એજબેસ્ટનમાં દરેક માટે સુરક્ષિત વાતાવરણ બનાવી રહ્યા છીએ. ટ્વીટ બાદ મેં તે વ્યક્તિ સાથે અંગત રીતે વાત કરી અને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. 


ECB એ નિવેદન જારી કર્યુંઃ
'ટેસ્ટ મેચોમાં જાતિવાદી દુર્વ્યવહારના અહેવાલોથી અમે ખૂબ જ ચિંતિત છીએ...આ ECBએ કહ્યું છે....વધુમાં કહ્યું---અમે એજબેસ્ટનના સાથીદારોના સંપર્કમાં છીએ જેઓ આ બાબતની તપાસ કરશે. ક્રિકેટમાં જાતિવાદ માટે કોઈ સ્થાન નથી. એજબેસ્ટન સુરક્ષિત અને સમાવિષ્ટ વાતાવરણ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યું છે.