મુંબઈઃ IPL-2022માં ગઈકાલે રમાયેલી 69મીં મેચ બાદ પ્લે ઓફની 4 ટીમની જાહેરાત થઈ છે. ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્લે ઓફમાં એન્ટ્રી કરી છે. આ ટીમ વચ્ચે આગામી દિવસોમાં જંગ જોવા મળશે. ગઈકાલે રમાયેલી મેચમાં દિલ્લી કેપિટલ્સને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ટીમ સીઝનથી બહાર થઈ છે. દિલ્લીની ટીમને પ્લે ઓફથી બહાર કરવામાં કેપ્ટન ઋષભ પંતથી મેદાન પર થયેલી ભૂલ જવાબદાર છે. આ ભૂલના કારણે ટીમ પ્લે ઓફમાં પહોંચી નથી.IPLમાં મેચ દિલ્લી અને મુંબઈની હતી અને લાભ લઈ ગઈ બેંગ્લોરની ટીમ, જાણો RCB સાથે મળીને કોહલી કેમ જોતા હતો આખી મેચ. મુંબઈ અને દિલ્લીની આખી મેચ જોવા માટે બેસી રહ્યાં હતાં કોહલી સહિત આરસીબીના બધા ખેલાડીઓ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેપ્ટનની ભૂલ ભારે પડી-
દિલ્લી કેપિટલ્સની ટીમ માટે ગઈકાલે કરો અથવા મરે જોવી સ્થિતિ હતી. દિલ્લીની ટીમ મેચને જીતીને પ્લે ઓફમાં એન્ટ્રી કરી શકતી હતી, જોકે મુંબઈની ટીમ સાથે હાર થતા સ્વપ્ન તૂટ્યો છે. આ મેચમાં દિલ્લીની હાર પાછળ મુંબઈના બેટ્સમેન ડેવિડનો હાથ રહ્યો. ટીમ ડેવિડે વિસ્ફોટક બેટિંગ કરી હતી. પરંતુ કેપ્ટન ઋષભ પંતથી થયેલી ભૂલ થઈ. તેમણે ટીમ ડેવિડના વિરૂદ્ધમાં DRS ન લેતા ભૂલ કરી, કેમક મેચમાં ડેવિડ સ્પષ્ટ આઉટ હતા, પરંતુ એમ્પાયરે આઉટ આપ્યો ન હતો. 


DRSને લેવાની મોટી ભૂલ-
મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ દરમિયાન શાર્દુલ ઠાકુર 15મી ઓવર નાખી રહ્યા હતા. આ ઓવરમાં શાર્દુલ ઠાકુરે ડેવિડને ઓફ સ્ટમ્પથી સારી ડિલિવરી કરી, અને ડેવિડ બોલને મારવાથી ચૂક્યા હતા, બોલ ડેવિડના બેટને અડીને કેપ્ટન ઋષભ પંતે કેચ કર્યો હતો. જોકે એમ્પાયરે આઉટ આપ્યો ન હતો. એમ્પાયરના વિરૂદ્ધમાં કેપ્ટન ઋષભ પંત DRS લઈ શકતા હતા, જોકે શાર્દુલ ઠાકુર અને ઋષભ પંતની વાતચીત બાદ અંતે DRS ન લેવાનો નિર્ણય કરાયો હતો. અને પાછળથી જાણકારી થઈ હતી કે, બેટ્સમેનના બેટ પર બોલ અડીને નિકળી હતી. 


ડેવિડે ટીમને અપાવી જીત-
ટીમ ડેવિડે છેલ્લા કેટલાક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સારી બેટિંગ કરી છે. ટીમ ડેવિડે ગઈકાલની મેચમાં 11 બોલમાં 34 રન ફટકારીને દિલ્લી કેપિટલ્સ પાસેથી મેચ પોતાની ટીમના નામે કરી હતી. ટીમ ડેવિડની ધમાકેધાર બેટિંગના કારણે મુંબઈની ટીમની 5 વિકેટે જીત થઈ.