IPL media rights auction: આઈપીએલ 2022માં હાર્દિક પંડ્યાની કપત્નીમાં ગુજરાત ટાઈટન્સે જીત હાંસલ કરી છે. આ વર્ષે કુલ 10 ટીમોએ લીગમાં ભાગ લીધો હતો. પરંતુ ગુજરાત ટાઈટન્સે પોતાની પ્રથમ લીગમાં જ આઈપીએલ ટાઈટલ જીતીને સફળતા હાંસલ કરી છે. હવે આપીએલની આવનારી સીઝન માટે મીડિયા રાઈટ્સની નીલામી થવા જઈ રહી છે. જેનું આયોજન આજે મુંબઈમાં થવા જઈ રહ્યું છે. પાંચ વર્ષ માટે બીસીસીઆઈ કોઈ કંપનીને રાઈટ્સ આપશે. જાણો ઈતિહાસમાં પ્રથમ વખત થનાર આઈપીએલ મીડિયા રાઈટ્સના ઈ-ઑક્શનની કેટલીક વાતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો ઈ-ઑક્શનનું ફૂલ શેડ્યૂલ:
આજે આઈપીએલ મીડિયા રાઈટ્સનું ઈ-ઑક્શન સવારે 11 વાગ્યે શરૂ થશે. આ ઑક્શનની કોઈ સીમા નથી. આ ઑક્શન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી બધી જ બોલિયો ના લાગી જાય. એટલે કે આ ઑક્શન બેથી ત્રણ દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. 


કંપનીઓ પાસે બિડિંગ ટેન્ડર:
આઈપીએલ મીડિયા રાઈટ્સ માટે ટેન્ડર પહેલાથી જ બહાર પાડવામાં આવ્યા છે. અત્યારે કુલ પાંચ કંપનીઓ વચ્ચે ટેન્ડર માટે સ્પાર્ધામાં છે. 10 મે સુધી 25 લાખ રૂપિયા ભરીને કંપની ટેન્ડર ભરી શક્તી હતી. દેશની અનેક દિગ્ગજ કંપનીઓએ ટેન્ડર ભર્યા છે.


આટલી છે બેઝ પ્રાઈઝ:
બીસીસીઆઈએ મીડિયા રાઈટ્સને ચાર કેટેગરીમાં વહેંચ્યા છે. તેના માટે બેઝ પ્રાઈઝ છે 32,890 કરોડ રૂપિયા. આ બેઝ પ્રાઈઝ 2023થી લઈને 2027ની સાયકલ માટે છે. આ પહેલા સ્ટાર ઈન્ડિયાએ 16,347 કરોડ રૂપિયામાં મીડિયા રાઈટ્સ ખરીદ્યા હતા. 


ડિજિટલ રાઈટ્સ:
ડિજિટલ રાઈટ્સ પ્રત્યેક મેચ માટે 33 કરોડ રૂપિયા અથવા ટૂર્નામેન્ટ માટે 12,210 કરોડ રૂપિયા અને વર્ષ માટે 2,442 કરોડ રૂપિયા છે. હાલ તેના રાઈટ્સ ડિઝન+ હોટસ્ટાર પાસે છે. 


ડૉમેસ્ટિક બ્રૉડકાસ્ટ રાઈટ્સ:
આઈપીએલના પ્રસારણ માટે ભારતીય ઉપખંડની સ્થાનિક પ્રસારણ અધિકારોની મૂળ ફી 49 કરોડ રૂપિયા છે. આ ટૂર્નામેન્ટમાં 74 મેચની સાથે પાંચ વર્ષની કિંમત 18,130 કરોડ અથવા તો 3,626 કરોડ પ્રતિ વર્ષ છે. 


ઉદય શંકર સંભાળશે નીલામીની કમાન:
ઉદય શંકરે પાંચ વર્ષ પહેલા આઈપીએલ મીડિયા રાઈટ્સ માટે સ્ટારની વીજયીય બોલીનું નેતૃત્વ કર્યું હતું. એક વખત ફરી તે આ જવાબદારી લેવા તૈયાર છે. 


પ્રથમ વખત થશે આવી નીલમી:
આ પહેલી વખત છે જ્યારે કોઈ ઈ-નીલામી એ નક્કી કરવા માટે લગાવવામાં આવશે કે આઈપીએલ મીડિયા રાઈટ્સ કોણ જીતશે. આ પહેલા આઈપીએલ મીડિયા રાઈટ્સને લઈને આવી નીલામી નથી થઈ. 


બીસીસીઆઈને થઈ શકે છે મોટી કમાણી:
બીસીસીઆઈને 2018-2022ની કમાણીથી લગભગ 3 ગણી કમાણી થઈ શકે છે. જ્યારે સ્ટાર ઈન્ડિયાએ 16,347 કરોડ રૂપિયામાં મીડિયા રાઈટ્સ ખરીદ્યા હતા, સ્ટાર ઈન્ડિયા પહેલા સોની પિક્ચર્સ નેટનવર્ક પાસે એક દાયકા સુધી 8200 કરોડ રૂપિયામાં મીડિયા રાઈટ્સ હતા.