ક્રિકેટ ઈતિહાસમાં સૌથી અનોખો રેકોર્ડ! 6 બોલમાં 6 વિકેટ! એક જ ઓવરમાં આખી ટીમનું પિક્ચર પુરું!
છ બોલમાં છ વિકેટ. અશક્ય લાગતી ઘટના બની છે. નેપાળના ક્લબ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં આ આશ્ચર્યજનક ઘટના બની. ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવા એવું જોવા મળ્યું કે, એક ટીમે છ બૉલમાં છ વિકેટ ગુમાવી દીધી.
નવી દિલ્લીઃ નેપાલ પ્રો ક્લબ ચેમ્પિયનશિપમાં મલેશિયા ક્લબ ઈલેવન અને પુશ સ્પોર્ટ્સ દિલ્લીની વચ્ચે એક મેચ થઈ. જેમાં પુશ સ્પોર્ટ્સ દિલ્લીની ટીમે છ બૉલમાં છ વિકેટ ગુમાવી દીધી. મલેશિયા ક્લબ ઈલેવન તરફથી આ ઐતિહાસિક ઓવર વિરનદીપસિંહે ફેંકી. છ બોલમાં છ વિકેટ. અશક્ય લાગતી ઘટના બની છે. નેપાળના ક્લબ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં આ આશ્ચર્યજનક ઘટના બની. ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવા એવું જોવા મળ્યું કે, એક ટીમે છ બૉલમાં છ વિકેટ ગુમાવી દીધી.
હરીફ ટીમનું શરમજનક પ્રદર્શન-
નેપાળ પ્રો ક્લબ ચેમ્પિયનશિપમાં મલેશિયા ક્લબ ઈલેવન અને પુશ સ્પોર્ટ્સ દિલ્લીની વચ્ચે એક ટી20 મુકાબલો રમાયો, જેમાં પુશ સ્પોર્ટ્સ દિલ્લીની ટીમે છ બૉલ પર છ વિકેટ ગુમાવ્યા. મલેશિયા ક્લબ ઈલેવનની તરફથી આ ઐતિહાસિક ઓવર વિરનદીપ સિંહે ફેંકી.
6 બૉલમાં આવી રીતે પડી 6 વિકેટ-
જણાવી દઈએ કે પુશ સ્પોર્ટ્સ દિલ્લીની આ ટીમનો સ્કોર એક સમયે 3 વિકેટ પર 131 રન હતો, પરંતુ આ ટીમની છેલ્લી ઓવર એવી રહી જેનાથી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા. મલેશિયા ક્બલ ઈલેવનના બોલર વિરનદીપ સિંહે આ ઓવરમાં ખળભળાટ મચાવ્યો. વિરનદીપે પહેલી બૉલ વાઈડ ફેંકી. જે બાદ આગલો બૉલ ફેંક્યો અને મૃગાંક પાઠક 39 રન બનાવીને આઉટ થયા. બીજા બૉલ પર ઈશાન પાંડે આઉટ થયા.
વિરનદીપનો કમાલ-
આ બાદ વિરનદીપ સિંહે આગામી ચાર બૉલમાં ચાર વિકેટ લીધી. વિરનદીપે એડિનો નહારેને ટર્ન થતી બૉલ પર બોલ્ડ કર્યો. જે બાદ વિશેષ સરોહા પણ મોટા શૉટ રમવાના ચક્કરમાં બોલ્ડ થઈ ગયા. જે બાદ જતિન સિંઘલ આઉટ થયા. આ બાદ ઈનિંગના છેલ્લા બૉલમાં સ્પર્શને બોલ્ડ કર્યો. આમ વિરનદીપને પાંચ વિકેટ મળી અને એક બેટર રનઆઉટ થયો. એટલે કે છેલ્લી ઓવરમાં છ વિકેટ પડી. અંતમાં પુશ સ્પોર્ટ્સનો સ્કોર 20 ઓવરમાં નવ વિકેટ પર 132 રન રહ્યો.