બેંગલુરુ: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ પણ ભારતે જીતી લીધી છે. અને તેની સાથે જ ભારત ઘરઆંગણે સતત 15મી સિરીઝ જીતવામાં સફળ રહ્યું છે. આ મેચમાં ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને પણ ઈતિહાસ રચી દીધો છે. તેણે સૌથી વધારે વિકેટ લેવાના મામલામાં સાઉથ આફ્રિકાના લેજન્ડ ડેલ સ્ટેનને પાછળ છોડી દીધો છે. ડેલ સ્ટેને ટેસ્ટ ક્રિકેટમાં 439 વિકેટ ઝડપી હતી. હવે અશ્વિન તેનાથી આગળ નીકળી ગયો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેવાના મામલામાં હવે સાત બોલર જ રવિચંદ્રન અશ્વિનથી આગળ છે. જ્યારે તેમાંથી માત્ર બે જ એવા ક્રિકેટર છે આ સમયે રમી રહ્યા છે. જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ આ સમયે એક્ટિવ ક્રિકેટર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ:
1. મુથૈયા મુરલીધરન - 133 મેચ, 800 વિકેટ


2. શેન વોર્ન - 145 મેચ, 708 વિકેટ


3. જેમ્સ એન્ડરસન - 169 મેચ,640 વિકેટ


4. અનિલ કુંબલે - 132 મેચ, 619 વિકેટ


5. ગ્લેન મેકગ્રા - 124 મેચ, 563 વિકેટ


6. સ્ટુઅર્ટ બ્રોડ - 152 મેચ, 537 વિકેટ


7. કર્ટની વોલ્શ - 132 મેચ, 519 વિકેટ


8. રવિચંદ્રન અશ્વિન - 86 મેચ, 440 વિકેટ


9. ડેલ સ્ટેન - 93 મેચ, 439 વિકેટ


અશ્વિન માટે સિરીઝ રહી સ્પેશિયલ:
રવિચંદ્રન અશ્વિન માટે આ સિરીઝ એકદમ સ્પેશિયલ રહી. કેમ કે મોહાલીની ટેસ્ટ મેચમાં તેણે ભારતના વિશ્વ વિજેતા કેપ્ટન કપિલ દેવના 434 વિકેટના રેકોર્ડને તોડ્યો. અને બેંગલુરુ ટેસ્ટમાં તેણે ડેલ સ્ટેનનો રેકોર્ડ તોડીને વધુ એક સિદ્ધિ હાંસલ કરી. રવિચંદ્રન અશ્વિન પાસે હજુ અનેક રેકોર્ડ બનાવવાની તક છે. આ વર્ષે ભારતને હજુ એક ટેસ્ટ રમવાની છે. જે ઈંગ્લેન્ડ સામે થશે. જ્યારે હાલની ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતને 6 ટેસ્ટ રમવાની છે. તેમાંથી 4 ઓસ્ટ્રેલિયા સામે અને 2 બાંગ્લાદેશ સામે છે ઘરઆંગણે જ રમાશે.