નવી દિલ્હી: સેમી-જો-જોન્સન. એક એવી ક્રિકેટર છે જેને ટીમ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ માટે રમવાની તક મળી નથી. પરંતુ જોન્સન વિમેન્સ બિગબેશ લીગમાં એક જાણીતું નામ છે. હાલની વિમેન્સ બિગબેશ લીગમાં પણ
 તેણે સિડની થંડર્સ માટે ભાગ લીધો હતો. સેમી-જો-જોન્સન ક્રિકેટર સિવાય ટ્રક ડ્રાઈવર પણ છે. સેમી-જો-જોન્સન અન્ય મહિલાઓને આ પ્રોફેશન અપનાવવા માટે પ્રેરિત કરવા માગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ ચર્ચામાં સેમી-જો-જોન્સન:
સેમી-જો-જોન્સન વિમેન્સ બિગ બેશ લીગમાં પોતાની ટીમની અભિયાનની સમાપ્તિ પછી ફરી પાછી ટ્રક ડ્રાઈવિંગ કરવા લાગી. તે ક્રિકેટ પછી ટ્રક ડ્રાઈવિંગને સૌથી વધારે પ્રેમ કરે છે. સેમી-જો-જોન્સન ક્વીન્સલેન્ડમાં બી-ડબલ કંપની માટે ડ્રાઈવિંગનો આનંદ લેતી જોવા મળી. સેમી-જો-જોન્સને વિમેન્સ બિગબેશની હાલની સિઝનમાં 9 વિકેટ ઉપરાંત બેટથી 134 રન બનાવ્યા. જોકે આ સિઝનમાં તે કંઈ ખાસ ફોર્મમાં જોવા મળી નહીં.


સેમી-જો-જોન્સને શું કહ્યું:
સેમી-જો-જોન્સને ટ્વિટરમાં લખ્યું કે આ કંઈક એવું છે જે મને ક્રિકેટથી અંદર વ્યસ્ત રાખે છે. આશા છે કે કેટલીક બીજી મહિલાઓ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર પગ મૂકશે અને તેને અજમાવશે. ઓલ્ડ બ્વોયઝ પણ મને ટ્રક ચલાવતી જોઈને ઉત્સાહિત થઈ જશે. મને ક્રિકેટમાંથી બહારની વસ્તુને આગળ વધારવામાં મદદ કરવા માટે ન્યૂ સાઉથ વેલ્સ ક્રિકેટ અને સિડની થંડરને ધન્યવાદ.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube