Komodo Dragon in Test Match Video: ક્રિકેટની રમતના ઈતિહાસમાં પહેલાં ક્યારેય નહીં બની હોય એવી ઘટના બની. આ અજીબો ગરીબ ઘટનાને કારણે મેદાન પર હાજર ફિલ્ડીંગ ટીમના ખેલાડીઓ અને બેટર્સ બધા ગભરાઈ ગયા. એટલું જ નહીં આ ઘટનાને કારણે સૌથી વધારે ડર તો ગ્રાઉન્ડમાં હાજર એમ્પાયર્સના ચહેરા પર જોવા મળ્યો. જેનું કારણ હતું ચાલુ મેચમાં મેદાનમાં ઘુસી આવ્યો હતો મસમોટો કોમોડો ડ્રેગન. એટલેકે, બાઉન્ડ્રી પાર કરીને ગ્રાઉન્ડમાં ઉતરી આવી હતી વિશાળકાળ ખતરનાક પાટલા ઘો. જેને કારણે મેદાનમાં હાજર સૌ કોઈ ગભરાઈ ગયા હતાં. બે ઘડી માટે તો ગ્રાઉન્ડની બહાર બેસીને જે દર્શકો આ મેચ નીહાળી રહ્યાં હતા તે અને જે ટીવી પર આ મેચ જોઈ રહ્યાં હતા તે સૌ કોઈ ડરી ગયા હતાં. ક્રિકેટના ઈતિહાસમાં આવી વિચિત્ર ઘટના કદાચ પહેલી વાર જ જોવા મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ, કોલંબોમાં રમાઈ રહી છે. મેચના બીજા દિવસે એક વિચિત્ર ઘટના બની. શ્રીલંકાની બેટિંગ દરમિયાન મેદાનમાં કોમોડો ડ્રેગન જોવા મળ્યો હતો. બાઉન્ડ્રી પાસે ઉભેલા અમ્પાયરની નજર તેના પર પડતાં જ. મેચ ત્યાં જ અટકાવી દેવામાં આવી હતી. જોકે થોડા સમય બાદ મેચ ફરી શરૂ થઈ હતી. અફઘાનિસ્તાનને 198 રનમાં ઓલઆઉટ કર્યા બાદ શ્રીલંકાએ 100થી વધુ રનની લીડ મેળવી લીધી છે. શ્રીલંકાનો સ્કોર 300 રનને પાર કરી ગયો છે.


 



 


ચાલુ મેચમાં મેદાનમાં ઉતરી આવી ખુંખાર પાટલા ઘોઃ
કોલંબોમાં મેચના બીજા દિવસે શ્રીલંકાની બેટિંગ દરમિયાન કોમોડો ડ્રેગન જોવા મળ્યો હતો. એટલેકે, મેદાનમાં અચાનક ખતરનાક ગણાતી પાટલા ઘો ઉતરી આવી હતી. બાઉન્ડ્રી લાઇન પાસે આ ઝેરી પ્રાણી દેખાતાની સાથે જ ખેલાડીઓ અને એમ્પાયરમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એ જ કારણસર થોડા સમય માટે મેચ રોકી દેવી પડી હતી. પાટલા ઘો જ્યારે મેદાનની બહાર નીકળી ત્યાર બાદ જ ખેલાડીઓ હાથમાં બેટ અને બોલ લઈને રમત રમવા માટે તૈયાર થયા. આ રીતે કોમોડો ડ્રેગન એટલેકે, પાટલા ઘો ના ગ્રાઉન્ડમાંથી બહાર ગયા બાદ જ આ પછી મેચ ફરી શરૂ થઈ. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકામાં આવું પહેલીવાર નથી બન્યું. થોડા સમય પહેલા એક મેચ દરમિયાન મેદાનમાં એક સાપ જોવા મળ્યો હતો.


અફઘાનિસ્તાન 198 રનમાં ઓલઆઉટ-
આ વન-ઑફ ટેસ્ટના પ્રથમ દિવસે અફઘાનિસ્તાનને પ્રથમ દાવમાં 198 રનમાં આઉટ કર્યા પછી, શ્રીલંકાએ દિવસની રમતના અંત સુધીમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 80 રન બનાવી લીધા હતા. દિમુથ કરુણારત્ને 42 રન અને નિશાન મદુષ્કા 36 રન બનાવીને સ્ટમ્પ ઉખડી ગયા ત્યાં સુધી ક્રિઝ પર રહ્યા હતા. શ્રીલંકાની ટીમ હાલમાં અફઘાનિસ્તાનથી 118 રનથી પાછળ હતી, પરંતુ બીજા દિવસે શ્રીલંકાના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી અને 100થી વધુ રનની લીડ મેળવી હતી.
 
બોલરોનું શાનદાર પ્રદર્શન-
શ્રીલંકાના ડાબા હાથના ફાસ્ટ બોલર વિશ્વ ફર્નાન્ડોની ચાર વિકેટ (51 રનમાં), અસિથા ફર્નાન્ડોની ત્રણ વિકેટ (24 રનમાં) અને સ્પિનર ​​પ્રભાત જયસૂર્યા (67 રનમાં)ની ત્રણ વિકેટને કારણે શ્રીલંકાએ મુલાકાતી ટીમને હાર આપી હતી. પ્રથમ દાવ. 200 રનની અંદર બોલ્ડ આઉટ થયો હતો. અફઘાનિસ્તાન તરફથી રહેમત શાહે 91 રનની લડાયક ઇનિંગ રમી હતી. જોકે, તે તેની બીજી સદી ચૂકી ગયો હતો. 130 બોલનો સામનો કરીને તેણે પોતાની ઇનિંગમાં 13 ચોગ્ગા ફટકાર્યા હતા. આઠમી ટેસ્ટમાં આ તેની ચોથી અડધી સદી છે. આ સિવાય નૂર અલી ઝદરાને 31 રનનું યોગદાન આપ્યું હતું જ્યારે ઇકરામ અલીખિલ અને કૈસ અહેમદે 21-21 રનનું યોગદાન આપ્યું હતું.