ICC World Cup Quiz: ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચ આજે યોજાઈ રહી છે. આ શાનદાર મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમને-સામને ટકરાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાવા જઈ રહી છે. ચાલો જાણીએ કે તમે ફાઇનલમાં પહોંચેલી ટીમો વિશે કેટલું જાણો છો. જો તમે આ સવાલોના સાચા જવાબ આપો તો સમજાઈ જશે કે તમે ક્રિકેટના કેટલા મોટા ચાહક છો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન- કેટલા વર્ષ પછી ઓસ્ટ્રેલિયન અને ભારતીય ટીમો ODI વર્લ્ડ કપની ફાઇનલમાં સામસામે આવશે?


(A) 19


(B) 18


(C) 20


(D) 12
જવાબ- ઓસ્ટ્રેલિયા અને ભારતની ક્રિકેટ ટીમો 20 વર્ષ પછી ODI વર્લ્ડ કપની ફાઇનલમાં સામસામે ટકરાશે.


પ્રશ્ન- આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI વર્લ્ડ કપની ફાઈનલ ક્યારે યોજાઈ હતી?
  (A) 2007


  (B) 2011


  (C) 2003


  (D) આમાંથી કોઈ નહીં
જવાબ- વર્ષ 2003માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ હતી.


પ્રશ્ન- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ક્યાં યોજાઈ હતી?
  (A) જોહાનિસબર્ગ


  (B) ભારત


  (C) ઓસ્ટ્રેલિયા


  (D) શ્રીલંકા
જવાબ- જોહાનિસબર્ગમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ હતી.


પ્રશ્ન- વર્લ્ડ કપ 2023માં ભારતે સતત કેટલી મેચો જીતી છે?
  (A) 10


  (B) 9


  (C) 8


  (D) 11
જવાબ- વર્લ્ડ કપ 2023માં ભારતે સતત 11 મેચ જીતી છે.


પ્રશ્ન- વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાએ સતત કેટલી મેચ જીતી છે?
  (A) 10


  (B) 9


  (C) 8


  (D) 7
જવાબ- ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023માં સતત 8 મેચ જીતી છે.


પ્રશ્ન- ભારતીય ટીમ છેલ્લે ક્યારે વર્લ્ડ કપ જીતી હતી?
  (A) 2007


  (B) 2003


  (C) 2011


  (D) આમાંથી કોઈ નહીં
જવાબ- ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો.


પ્રશ્ન- કોની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયન ટીમ ફાઈનલ મેચ રમશે?
  (A) પેટ કમિન્સ


  (B) એલેક્સ કેરી


  (C) ડેવિડ વોર્નર


 (D) ગ્લેન મેક્સવેલ
જવાબ- ઓસ્ટ્રેલિયન ટીમ ફાઈનલ મેચ પેટ કમિન્સની કેપ્ટનશીપમાં રમશે.