Commonwealth Games: કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત લગભગ 88 વર્ષ પહેલાં થઈ હતી. 1930માં પહેલીવાર આ રમત કેનેડાના હેમિલ્ટન શહેરમાં આયોજિત કરવામાં આવી હતી. દર 4 વર્ષના અંતરાળે આયોજિત થનારી આ રમતના ટાઈટલ વિશે વાત કરીએ તો 1930થી લઈને અત્યાર સુધી આ રમતના નામ 4 વખત બદલવામાં આવ્યા છે. શરૂઆતમાં આ રમતને બ્રિટિશ એમ્પાયર ખેલના નામથી ઓળખ મળી હતી અને 1930થી 1950 સુધી આ નામથી આ રમતનું આયોજન થતું રહ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નામ બદલીને બ્રિટિશ એમ્પાયર એન્ડ કોમનવેલ્થ ખેલ કરવામાં આવ્યું:
તેના પછી આ રમતનું નામ બદલીને બ્રિટિશ એમ્પાયર એન્ડ કોમનવેલ્થ ગેમ્સ કરવામાં આવ્યું. બ્રિટિશ એમ્પાયર એન્ડ કોમનવેલ્થ ગેમ્સ નામની આ રમત 12 વર્ષ સુધી આયોજિત થતી રહી. 1970માં આ રમતની શરૂઆત પહેલાં ફરી એકવાર તેનું નામ બદલવામાં આવ્યું. આ વખતે તેને બ્રિટિશ કોમનવેલ્થ ગેમ્સ નામ આપવામાં આવ્યું. બે સિઝન પછી ચોથી વખત 1978માં આ રમતનું નામ ફરી બદલવામાં આવ્યું અને આ વખતે તેને નામ મળ્યું કોમનવેલ્થ.


નામ બદલતાં જ કમાલ:
શરૂઆતમાં આ રમતના નામના કારણે અનેક દેશ તેમાં ભાગ લેતા ન હતા. પરંતુ 40 વર્ષ પછી જ્યારે આ રમતનું નામ સહમતિ બનાવીને કોમનવેલ્થ કરવામાં આવ્યું. તેના પછી તેમાં ભાગ લેનારા દેશોની સંખ્યામાં આશ્વર્યજનક રીતે વધારો થતો ગયો.


આ વખતે 22મી સિઝન:
આ વખતે ઈંગ્લેન્ડના બર્મિગહામમાં આયોજિત થઈ રહેલ કોમનવેલ્થ ગેમ્સની આ 22મી સિઝન છે. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની વાત કરીએ તો 21 સિઝનમાં 17માં જ ભાગ લીધો છે અને તેણે 92 વર્ષમાં અત્યાર સુધી કુલ 503 મેડલ પોતાના નામે કર્યા છે. આ મેડલમાં 181 ગોલ્ડ, 173 સિલ્વર અને 149 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે.


ભારત માટે કેવી રહી સફર:
ભારતે 1930, 1950, 1962 અને 1986માં આ રમતમાં ભાગ લીધો ન હતો. જ્યારે બે વખત 1938 અને 1954માં કોઈપણ જાતના મેડલ વિના પાછા ઘરે ફરવું પડ્યું હતું.કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સૌથી શ્રેષ્ઠ વર્ષ 2010 રહ્યું. જ્યારે ભારતે આ રમતનું આયોજન કર્યુ અને પોતાના ઘરઆંગણે રમતમાં 101 મેડલની સાથે મેડલ યાદીમાં બીજું સ્થાન હાંસલ કર્યુ. તે સમયે ઓસ્ટ્રેલિયા પહેલા નંબરે રહ્યું હતું.


2010માં કેટલા મેડલ જીત્યા:
ભારતે વર્ષ 2010માં 39 ગોલ્ડ, 26 સિલ્વર અને 36 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા. તે સિવાય વર્ષ 2014માં ગ્લાસગોમાં આયોજિત રમતમાં ભારત 5માં ક્રમે રહ્યું. જ્યાં ભારતે 64 મેડલ જીત્યા. તે સમયે ભારતે 15 ગોલ્ડ, 30 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. છેલ્લી સિઝન ભારતે ગોલ્ડ કોસ્ટ ઓસ્ટ્રેલિયામાં રમી હતી. જેમાં ભારતે 66 મેડલ જીત્યા હતા. 26 ગોલ્ડ, 22 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ વખતે ટીમ ઈન્ડિયાનો પ્રયાસ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો રહેશે.