COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્લીઃ ભારતના 322 સભ્યોની ટીમ બર્મિગહામમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે. અનેક ખેલાડીઓએ છેલ્લાં કેટલાંક સમયમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. જે આ વખતે મેડલના હકદાર રહેશે. જોકે આજે અમે તમને એવા ખેલાડીઓ વિશે માહિતગાર કરીશું, જેને તમે ઓળખતા પણ નહીં હોય, પરંતુ તેમ છતાં તે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલમ માટે મજબૂત દાવેદારી રજૂ કરશે.


1. અચિંતા:
વેઈટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુ જેવા સિતારાઓની વચ્ચે તમે ભાગ્યે જ અચિંતાનું નામ સાંભળ્યું હશે. જોકે આ ખેલાડી આ વર્ષે મેડલ જીતવાનો મોટો દાવેદાર છે. અચિંતા 73 કિલોગ્રામ વર્ગમાં દાવેદારી રજૂ કરશે. ગયા વર્ષે તેણે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વર્ષે થયેલી કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.


2. પૂર્ણિમા પાંડે:
બનારસની રહેવાસી પૂર્ણિમા પાંડે વેઈટલિફ્ટિંગમાં 86 કિગોગ્રામથી વધારી વર્ગમાં પડકાર રજૂ કરશે. છેલ્લાં એક વર્ષમાં તે 8 વખત નેશનલ રેકોર્ડ તોડી ચૂકી છે. તેણે કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ચેમ્પિયનશીપમાં આ તેનો ત્રીજો મેડલ હતો.


3. સંજીતકુમાર:
બોક્સર સંજીતકુમાર પણ છુપા રુસ્તમ ખેલાડીઓમાં સામેલ છે. તે 92 કિલોગ્રામ વર્ગમાં ભાગ લેશે. તેણે દુબઈમાં યોજાયેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યો હતો. સંજીતે 2019માં રશિયામાં થયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચીને પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો. ખભાની ઈજાના કારણે તે ઓલિમ્પિક ક્વોલિફાયર માટે જઈ શક્યો ન હતો.


4. જેરેમી લાલરિનુંગા:
જેરેમી લાલરિનુંગા વેઈટલિફ્ટિંગ મેડલનો મોટો દાવેદાર છે. વર્ષ 2018માં તેણે યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ જીત્યો હતો અને આ સિદ્ધિ મેળવનારો તે દેશનો પહેલો એથ્લેટ બન્યો હતો. જેરેમી 67 કિલોગ્રામ વર્ગમાં ભાગ લેશે. ગયા વર્ષના અંતમાં તેણે કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યો હતો.