બાંગ્લાદેશને 7 વિકેટે હરાવી વર્લ્ડ કપમાં ભારતે લગાવ્યો જીતનો ચોગ્ગો, કોહલીની 48મી સદી
World Cup 2023 News: ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં બાંગ્લાદેશ સામે ભારતનો આ ચોથો વિજય છે. આ પહેલા ભારતે 2011, 2015 અને 2019 ODI વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને ખરાબ રીતે હરાવ્યું હતું. તે જ સમયે, બાંગ્લાદેશે 2007 ODI વર્લ્ડ કપમાં ભારતને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું હતું.
World Cup 2023: પુણેમાં રમાયેલી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને બાંગ્લાદેશની ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 257 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બાંગ્લાદેશ તરફથી ઓપનર લિટન દાસે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા, જ્યારે તંજીદ હસને 51 રનની ઇનિંગ રમી હતી. મહમુદુલ્લાહે પણ 46 રનની ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયા માટે આ મેચમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી.
મેન ઓફ ધ મેચ બન્યા વિરોટ કોહલી. વર્લ્ડકપની મેચમાં ચેસ કરતી વખતે વિરાટ કોહલીની પહેલી સદી. કોહલી બેટિંગ કરવા આવ્યો ત્યારે સતત બે નો બોલ માં બે ફ્રી હિટ મળી. જેમાં એક બોલે ચોગ્ગો અને બીજા બોલે કોહલીએ છગ્ગો ફટકારીને પોતાનો મૂડ બતાવી દીધો હતો. પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા 8 અંકો સાથે બીજા નંબરે પહોંચી. જાડેજા, બુમરાહ અને સિરાજને 2-2 વિકેટ મળી. વર્લ્ડ કપમાં શુભમન ગિલે પોતાની પહેલી અર્ધ સદી ફટકારી. કેપ્ટન રોહિત શર્માએ પણ ધુઆધાર ચોગ્ગા છગ્ગા ફટકારીને 48 રન કર્યા. બે કમાલના કેચ રવિન્દ્ર જાડેજાએ કર્યા.
વિરાટ વિક્રમઃ
વિરાટ કોહલીએ આજે વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરિયરની 48મી સદી ફટકારી. બાંગ્લાદેશ સામેની મેચમાં વિરાટ કોહલીએ આજે ઈન્ટરનેશનલ મેચમાં 26 હજાર રન પુરા કર્યા વિરાટ કોહલીએ. 169 રન જીતવા માટે બાકી હતા ત્યારે વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યા અને છતાં લગાવી શતક. વર્લ્ડ કપમાં રન ચેજ કરતી વખતે વિરાટ કોહલી આજે પહેલી સદી ફટકારી. બાંગ્લાદેશ સામે સૌથી વધુ અત્યાર સુધી 5 શતક લગાવનાર ખેલાડી બન્યા વિરાટ કોહલી.
વિરોટ કોહલીએ કરી બોલિંગઃ
હાર્દિક પંડ્યાની ઈન્જરી બાદ અડધી ઓવર વિરાટ કોહલીએ પુરી કરી. વિરાટ કોહલી બોલિંગમાં આવ્યાં અને બાકીને ત્રણ બોલમાં વિરાટે બે રન આપ્યાં. પહેલી જ ઓવરમાં હાર્દિક પંડ્યાને ફિલ્ડિંગ કરતી વખતે એડીમાં ઈજા થઈ હતી.
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં સતત ચોથી જીતઃ
જવાબમાં ટીમ ઈન્ડિયાએ 41.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 261 રન બનાવ્યા અને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને વર્લ્ડ કપ 2023માં સતત ચોથી જીત નોંધાવી છે. વર્લ્ડ કપ 2023માં સતત ચાર મેચ જીતીને ટીમ ઈન્ડિયાના 8 પોઈન્ટ છે. તમને જણાવી દઈએ કે ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં બાંગ્લાદેશ સામે ભારતની આ ચોથી જીત છે. આ પહેલા ભારતે 2011, 2015 અને 2019 ODI વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને ખરાબ રીતે હરાવ્યું હતું. તે જ સમયે, બાંગ્લાદેશે 2007 ODI વર્લ્ડ કપમાં ભારતને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું હતું, ત્યારબાદ સચિન તેંડુલકરથી લઈને વીરેન્દ્ર સેહવાગ અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજો નિરાશ થયા હતા.
ભારતીય બોલરોએ બાંગ્લાદેશને 256 રન પર રોકી દીધું હતુંઃ
ભારતીય બોલરોએ બાંગ્લાદેશને 8 વિકેટે 256 રન પર રોકી દીધું હતું. એક સમયે બાંગ્લાદેશનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 93 રન હતો, પરંતુ તે પછી ભારતીય બોલરોએ હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવા છતાં તેને મોટો સ્કોર કરવા દીધો ન હતો. હાર્દિકે નવમી ઓવરમાં બોલનો હવાલો સંભાળ્યો, પરંતુ લિટન દાસની સ્ટ્રેટ ડ્રાઈવને રોકવાનો પ્રયાસ કરતી વખતે તેની પગની ઘૂંટી વળી ગઈ. તેણે પહેલા મેદાન પર જ સારવાર લીધી પરંતુ અંતે તેણે મેદાન છોડવું પડ્યું. બાદમાં ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું કે હાર્દિકને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે.
બાંગ્લાદેશના બેટ્સમેનો ખુલીને રમી શક્યા ન હતાઃ
વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ઓવર પૂરી કરી. તે સમય સુધી ભારત તેની પ્રથમ સફળતાની રાહ જોઈ રહ્યું હતું. કુલદીપ યાદવે ભારતને પહેલી સફળતા અપાવી જ્યારે બીજી સફળતા રવિન્દ્ર જાડેજાએ અપાવી. આ પછી બાંગ્લાદેશના બેટ્સમેન મુક્તપણે રમી શક્યા ન હતા. જાડેજાએ 10 ઓવરમાં 38 રન આપીને બે વિકેટ લીધી હતી અને મુશફિકુર રહીમનો શાનદાર ડાઇવિંગ કેચ પણ લીધો હતો. જોકે બાંગ્લાદેશની ઇનિંગ્સનો પ્રારંભિક તબક્કો યુવા તંજીદ હસન અને અનુભવી લિટન દાસના નામે હતો. તંજીદે 43 બોલમાં 51 રન બનાવ્યા જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. વનડેમાં આ તેની પ્રથમ અડધી સદી છે.
લિટન દાસે 82 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા જ્યારે રહીમે 38 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું. ઈનિંગના છેલ્લા તબક્કામાં, મહમુદુલ્લાહે 36 બોલમાં 46 રનની આક્રમક ઈનિંગ રમી જેમાં ત્રણ ચોગ્ગા અને વધુ છગ્ગા સામેલ હતા. તંજીદ અને લિટન દાસે 93 રન ઉમેર્યા, જે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ માટે પ્રથમ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. બોલરોને પિચમાંથી કોઈ મદદ મળી રહી ન હતી અને આવી સ્થિતિમાં નવા બોલથી બોલિંગ કરવી પડકારજનક હતી. જસપ્રીત બુમરાહ (41 રનમાં 2 વિકેટ) જો કે, હવામાં થોડી હિલચાલ મેળવી રહી હતી.
હાર્દિક પંડ્યા અંગે અપડેટઃ
હાર્દિક પંડ્યાને કોઈ મેજર ઈંજરી નથી થઈ, જલ્દી સાજો થઈને રમશે એવું કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું. ઉલ્લેખનીયછેકે, હાર્દિક પંડ્યાને મેચ દરમ્યાન ફિલ્ડિંગ કરતી વખતે વાગ્યું હતું.