નવી દિલ્હીઃ પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના નિધનથી રાજકીય વર્તુળની સાથે-સાથે ક્રિકેટ જગતમાં પણ દુખ જોવા મળી રહ્યું છે. દિલ્હી ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે જેટલીએ ઘણા લાંબા સમય કામ કર્યું હતું. દિલ્હીથી ડોમેસ્ટિક ક્રિકેટ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સફર કરનારા ઘણા ક્રિકેટરોએ જેટલીના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે જેટલીના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. તેણે ટ્વીટ કરી કહ્યું, 'અરૂણ જેટલી જીના નિધનનું ઘણું દુખ છે. સામાજીક જીવનમાં મોટી સેવાઓ આપવા સિવાય તેમણે દિલ્હીના ઘણા ક્રિકેટરોને ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી. એક એવો સમય પણ હતો જ્યારે દિલ્હીથી ખુબ ઓછા ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમમાં રમવાની તક મળતી હતી.'


વીરૂએ આગળ કહ્યું, 'પરંતુ ડીડીસીએમાં તેમના નેતૃત્વમાં મારા સહિત ઘણા ખેલાડીઓને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. તેમણે ખેલાડીઓની સમસ્યાઓ સાંભળી. તેઓ સમસ્યાનો ઉકેલ લાવનારા વ્યક્તિ હતા. મારે વ્યક્તિગત રૂપથી તેમની સાથે સારો સંબંધ હતો. તેમના પરિવાર અને સંબંધીઓ માટે હું દિલથી દુખ વ્યક્ત કરુ છું. ઓમ શાંતિ.'
[[{"fid":"229935","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


દિલ્હી સાથે સંબંધ રાખનારા ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને પણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કર્યું છે- ઈશ્વર તમારી આત્માને શાંતિ આપે જેટલી જી. તમારા પરિવાર અને ચાહનારાઓ પ્રત્યે દિલથ દુખ વ્યક્ત કરુ છું.



પૂર્વ દિલ્હીથી સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કર્યું, 'પિતા તમને બોલતા શીખવાડે છે પરંતુ પિતા સમાન વ્યક્તિ તમને વાત કરતા શીખવે છે. પિતા તમને ચાલતા શીખવે છે પરંતુ પિતા સમાન વ્યક્તિ આગળ વધવાનું શીખવે છે. પિતા તમને નામ આપે છે પરંતુ પિતા તુલ્ય વ્યક્તિ તમને ઓળખ આપે છે. મારા પિતા તુલ્ય અરૂણ જેટલી જીની સાથે મારા એક ભાગ ચાલ્યો ગયો. ઈશ્વર તમારા આત્માને શાંતિ આપે સર.'



ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે કહ્યું, 'શ્રી અરૂણ જેટલીજીના નિધન વિશે સાંભળીને દુખ થયું. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ.'



પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બોલર અનિલ કુંબલેએ પણ પૂર્વ નાણાપ્રધાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું, 'શ્રી અરૂણ જેટલી જીના નિધન પર દુખ છે. મને ક્રિકેટ તેમની સાથે કરેલી રોચક વાતો સારી રીતે યાદ છે. દરેક ક્ષેત્રમાં તેમનું યોગદાન અતુલ્ય છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદનાઓ.'



ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન આકાશ ચોપડાએ પણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે ટ્વીટ કર્યું, 'અરૂણ જેટલીજીના નિધનના સમાચાર સાંભળીને દુખ થયું. તેઓ એક સ્કોલર હતા, ક્રિકેટપ્રેમી હતા. હંમેશા મદદ માટે તૈયાર રહેતા હતા. તેમને અન્ડર-19મા સારૂ પ્રદર્શન કરનારા યુવા ક્રિકેટરોના નામ પણ યાદ રહેતા હતા. દુનિયાને તમારી ખોટ પડશે.'