રમત જગતે કહ્યું- વેલકમ અભિનંદન, અમે તમારાથી મોટો હીરો જોયો નથી
રમત જગતે કરી વિંગ કમાન્ડર અભિનંદનને સલામ. અશ્વિન, શ્રીકાંત, બબીતા ફોગાટ સહિતના ખેલાડીઓએ કરી પ્રશંસા.
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને રમત જગત સતત સલામ કરી રહ્યું છે. પાકિસ્તાને અભિનંદનને ભારતને શુક્રવાર (1 માર્ચ) સોંપ્યો હતો. અભિનંદનને કસ્ટડીમાં લીધા બાદ તેની વતન વાપસી (1 માર્ચ) સુધી સિદ્ધાર્થ કૌલ, રવિચંદ્રન અશ્વિન, કેએલ રાહુલ, કિદાંબી શ્રીકાંત, બબીતા ફોગાટ જેવા અનેક ખેલાડીએ તેમની બહાદુરીને સલામ કરતા ટ્વીટ કર્યા હતા. શુક્રવારે જ્યારે અભિનંદ વાઘા બોર્ડર પર પહોંચ્યો, ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ તેના સન્માનમાં ટ્વીટ કર્યું હતું. તેણે વિંગ કમાન્ડર અભિનંદનના નામથી એક ખાસ જર્સી લોન્ચ કરી અને જર્સીની પાછળ નંબર-1 અને વિંગ કમાન્ડર અભિનંદન લખ્યું છે.
કેએલ રાહુલે વિંગ કમાન્ડર અભિનંદનના સન્માનમાં બીસીસીઆઈ દ્વારા લોન્ચ જર્સીની તસ્વીર શેર કરી છે. તેણે આ સાથે લખ્યું, અમે તમને સલામ કરીએ છીએ. અમે નસિબદાર છીએ કે તમારા જેવા લોકો દેશની રક્ષા કરે છે. જય હિંદ. સિદ્ધાર્થ કૌલે વિંગ કમાન્ડર અભઇનંદનની વાઘા બોર્ડરની તસ્વીર શેર કરી છે. તેણે લખ્યું, આ તસ્વીરને હંમેશા માટે યાદ કરી લો. આ તસ્વીરના અલગ ફેન છે. વેલકમ બહાદુર, વેલકમ અભિનંદન.
રવિચંદ્રન અશ્વિને લખ્યું, મેં મારી જિંદગીમાં આ બ્રહ્માંડમાં આનાથી (વિંગ કમાન્ડર અભિનંદ) મોટો હીરો જોયો નથી. તમારૂ સ્વાગત છે અભિનંદન. ક્રુણાલ પંડ્યાએ તેની વીરતાને સલામ કરતા લખ્યું, તમે અમારા બધા માટે સારી પ્રેરણા છો. વીરૂ, મોહમ્મદ કેફ, ગૌતમ ગંભીર, આકાશ ચોપડા, સચિન તેંડુલકર, વોશિંગટન સુંદર પણ અભિનંદનને સલામ કર્યા હતા.
રહાણેએ લખ્યું કે માત્ર તમારા જેવો બહાદુર આ તમામ તણાવ વચ્ચે પણ મજબૂત રહી શકે છે. તમે જે સાહસભર્યું કામ કર્યું છે તેના માટે તમને સલામ. ક્રિકેટર રાહુલ શર્માએ પણ લખ્યું કે વિંગ કમાન્ડર અભિનંદન તમારૂ સ્વાગત છે. અમને તમારા પર ગર્વ છે.
બેડમિન્ટન સ્ટાર કિદાંબી શ્રીકાંતે ટ્વીટ કર્યું, તમે અમને શિખવાડ્યું કે, એ સૈનિક કેવો હોય છે અને શું કરી શકે છે. અમારા દેશના હીરોના મારા સલામ. મોટા દિલવાળા બહાદુરનું દેશમાં સ્વાગત છે. બબીતા ફોગાટે લખ્યું, અભિનંદનને દેશના અભિનંદન. વીરતાની મિશાલ હો તુમ અભિનંદન, તમારા કૌશલ્ય આગળ અમે માથુ નમાવીએ છીએ.