આ ના સુધરે! મેદાનની વચ્ચે ક્રિકેટર ગૌતમ ગંભીર અને શ્રીસંત જોરદાર ઝઘડ્યા, VIDEO વાયરલ

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર અને ફાસ્ટ બોલર એસ શ્રીસંત લેજેન્ડ્સ ક્રિકેટ લીગમાં રમી રહ્યાં છે. બુધવારે એક મેચ દરમિયાન બંને ખેલાડીઓ વચ્ચે વિવાદ થઈ ગયો હતો. હવે શ્રીસંતે દાવો કર્યો કે તેને ગંભીરે મેચમાં ફિક્સર કહ્યો હતો.
Sports News : જ્યાં એક તરફ ક્રિકેટ ચાહકો વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની હાર સહન કરી શકતા નથી, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર બે ક્રિકેટરો વચ્ચેની લડાઈનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને ચાહકો ફરી એકવાર દુઃખી થઈ ગયા છે.
ખરેખર, આ દિવસોમાં ભારતના ઘણા શહેરોમાં લિજેન્ડ્સ ક્રિકેટ લીગ (LLC)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન, 6 ડિસેમ્બરે સુરતમાં ગૌતમ ગંભીરની કપ્તાની હેઠળ ઈન્ડિયા કેપિટલ્સ અને પાર્થિવ પટેલની કપ્તાની હેઠળ ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જે દરમિયાન ગુજરાતની ટીમમાં રમી રહેલા ગૌતમ ગંભીર અને પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ શ્રીસંત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ઈજાથી પરેશાન હાર્દિક પંડ્યાએ લીધો નિવૃત્તિનો નિર્ણય, જલ્દી કરી શકે છે મોટી જાહેરાત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube