નવી દિલ્હી: પ્રતિબંધિત ક્રિકેટ ખેલાડી એસ શ્રીસંતે શુક્રવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) દ્વારા સ્પોર્ટ ફિક્સિંગના આરોપમાં તેના પર લગાવામાં આવેલો આજીવન પ્રતિબંધનો નિર્ણયએ બહું કોઠોર નિર્ણય છે. તેનું કહેવું છે,કે તેની પાસે અંગ્રેજી કાઉન્ટીમાં મેચ રમવાનો પ્રસ્તાવ છે. શ્રીસંતનું કહેવું છે, કે અત્યાર સુધી તે ચાર વર્ષથી આ પ્રતિબંધનો સામનો કરી રહ્યો છે. જ્યારે 2013માં સ્પોર્ટ્સ ફિક્સિંગના કેસમાં 2015માં દિલ્હીની એક કોર્ટ દ્વારા તેને નિર્દોશ જાહેર કરવામાં આવ્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીસંતે કહ્યું કે જ્યારે 2000માં મેચ ફિક્સિંગના પ્રકરણમાં સામેલ થવાને કારણે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા ક્રિકેટરથી રાજનેતા બનેલા મોહમ્મદ અજહરૂદ્દીનના મામલે તેને બદલી શકવામાં આવ્યો છે. તો તેના પર સગાવામાં આવેલો પ્રતિબંધ કેમ ન હટાવી શકાય, આંધ્ર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયે આઠ નવેમ્બર,2012 પોતાના નિર્ણયમાં કહ્યું કે અજરૂદ્દીન પર લાગેલો આજીવન પ્રતિબંધનો આરોપ કાયદાની વિરૂદ્ધ કહીને કહ્યું કે, કાયદાના વિવેચનમાં આ ક્યાંય પણ ટકી શકે તેમ નથી.


વધુ વાંચો..INDvsAUS Adelaide Test: ભારતના 3 વિકેટે 151 રન, કુલ લીડ 166 રન થઈ


ન્યાયમૂર્તિ આશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ અજય રસ્તોગીએ પીઠ દ્વારા આ તથ્ય પર ધ્યાન આપ્યું કે, નીચલી અદાલતના ચુકાદા સામે દિલ્હી હાઈકોર્ટમાં બાકી અપીલ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં સુનાવણી માટે સૂચિબદ્ધ છે.


પીઠને શ્રીસંતની અરજી પર સુનાવણી સ્થગિત કરતા કહ્યું કે, ‘અમે આ મામલે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં સુનાવણી કરવામાં આવશે’


શ્રીસંત તરફથી વરિષ્ઠ અધિવક્તા સલમાન ખુર્શીદે કહ્યું કે આ ખેલાડી હવે 35 વર્ષનું થઇ ગયુ છે. અને જો પ્રતિબંધ બંધ કરવામાં આવ્યો કે બ્રિટનના ક્લબ ક્રિકેટમાં પણ રમી નહિં શકે. તેમણે કહ્યું કે 35 વર્ષની ઉંમર બાદ કોઇ પણ ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાની સંભાવનાઓ લગભગ પૂર્ણ થઇ જાય છે. તેમે ક્લબ ક્રિકેટની અનુમતી આપવી જોઇએ.