નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સૌથી સફળ બેટ્સમેનોમાં સામેલ ડેવિડ વોર્નર દર વર્ષે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ટોપ-5મા રહે છે. મોટા-મોટા શોટ્સ રમવાની ક્ષમતા ધરાવનાર ડેવિડ વોર્નરે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ ઓરેન્જ કપ પોતાના નામે કરી છે. તેમ છતાં સનરાઇઝર્સના આ ઓપનિંગ બેટ્સમેનના નામે આઈપીએલમાં સૌથી ધીમી અડધી સદી ફટકારવાનો સૌથી ખરાબ રેકોર્ડ નોંધાયેલો છે. ડેવિડ વોર્નર આઈપીએલમાં સૌથી વધુ 44 અડધી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે પાછલી આઈપીએલ સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મોહાલીના મેદાન પર એક મેચ રમાઇ હતી. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ શરૂઆતમાં મુશ્કેલીમાં જોવા મળી હતી. પરંતુ આ મેચમાં વોર્નરના બેટ પર બોલ આવી રહ્યો નહતો. એવું લાગી રહ્યું હતું કે, વોર્નરના બેટથી બોલ રિસાય ગયો છે. 


IPL 2020: આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર 5 બેટ્સમેન, લિસ્ટમાં 3 ભારતીય  


આ કારણે ડેવિડ વોર્નરના નામે આઈપીએલમાં સૌથી ધીમી અડધી સદી ફટકારવાનો અણગમતો રેકોર્ડ નોંધાઇ ગયો હતો. વોર્નરે 49 બોલમાં 50 રન પૂરા કર્યા, જે આઈપીએલ ઈતિહાસમાં સૌથી ધીમી અડધી સદી છે. એટલું જ નહીં વોર્નરે આ મેચમાં 20 ઓવર સુધી બેટિંગ કરી હતી. તેણે 62 બોલમાં અણનમ 70 રન બનાવ્યા હતા. આ દરમિયાન વોર્નરે 6 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો અને તેની સ્ટ્રાઇક રેટ 112.90ની રહી હતી. 


લગભગ 10 ઓવર બેટિંગ કર્યા છતાં આટલા ઓછા રન બનાવવા વોર્નરની ક્ષમતાથી વિરુદ્ધ છે. વોર્નરની આ કાચબા ઈનિંગથી હૈદરાબાદે 20 ઓવરમાં 150/4 રન બનાવ્યા અને 6 વિકેટે હારનો સામનો કર્યો હતો. આ પહેલા વોર્નરે વર્ષ 2017મા પંજાબ વિરુદ્ધ ઘરેલૂ મેદાન હૈદરાબાદમાં 45 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર