હૈદરાબાદઃ સરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-2024ની પોતાની બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ઈતિહાસ રચી દીધો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવી દીધો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 277 રન ફટકારી દીધો છે. હૈદરાબાદ તરફથી ત્રણ બેટરોએ અડધી સદી ફટકારી હતી. હૈદરાબાદે પોતાની ઈનિંગમાં 18 સિક્સ ફટકારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલ ઈતિહાસના સર્વોચ્ચ સ્કોર
SRH  277/3 vs MI in 2024
RCB 263/5 vs PWI in 2013
LSG 256/5 vs PBKS in 2023
RCB 248/3 vs GL in 2016
CSK 246/5 vs RR in 2010
KKR 245/6 vs KXIP in 2018
CSK 240/5 vs KXIP in 2008
CSK 235/4 vs KKR in 2023


હૈદરાબાદની નવી ઓપનિંગ જોડી
સનરાઇઝર્સે આજે નવી ઓપનિંગ જોડી સાથે શરૂઆત કરી હતી. મયંક અગ્રવાલ અને ટ્રેવિસ હેડ ઈનિંગની શરૂઆત કરવા આવ્યા હતા. ટ્રેવિસ હેડે પ્રથમ બોલથી આક્રમક બેટિંગ કરી હતી. મયંક અગ્રવાલ અને હેડે 4 ઓવરમાં ટીમનો સ્કોર 45 રન પહોંચાડી દીધો હતો. મયંક અગ્રવાલ 11 રન બનાવી આઉટ થયો હતો. હૈદરાબાદે પાવરપ્લેમાં 81 રન ફટકાર્યા હતા.


ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ બોલરોની ધોલાઈ કરી
આઈપીએલમાં પ્રથમવાર સનરાઇઝર્સ માટે રમવા ઉતરેલા ટ્રેવિસ હેડે 24 બોલમાં 9 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 62 રન ફટકાર્યા હતા. ટ્રેવિસ હેડ આઉટ થયા બાદ અભિષેક શર્માએ ઈનિંગ સંભાળી હતી. અભિષેક શર્માએ માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અભિષેક શર્મા 23 બોલમાં 7 સિક્સ અને 3 ચોગ્ગા સાથે 63 રન બનાવી આઉટ થયો હતો. 


માર્કરમ અને ક્લાસિનનું શાનદાર ફિનિશ
અભિષેક શર્મા આઉટ થયા બાદ હેનરિક ક્લાસેન અને એડન માર્કરમે ઈનિંગ સંભાળી હતી. હેનરિક ક્લાસેને માત્ર 23 બોલમાં 1 ફોર અને 5 સિક્સ સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. હેનરિક ક્લાસેન 34 બોલમાં 7 સિક્સ અને 4 ચોગ્ગા સાથે 80 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે માર્કરમ 28 બોલમાં 42 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.


મુંબઈના બોલરોનું પ્રદર્શન
મુંબઈ તરફથી ક્વેના મફાકાએ 4 ઓવરમાં 66 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 46 રન આપી 1 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 36 રન આપ્યા હતા. જેરાલ્ડ કોએત્ઝીએ 4 ઓવરમાં 57 રન આપી એક સફળતા મેળવી હતી. પીયુષ ચાવલાએ 2 ઓવરમાં 33 રન આપી એક વિકેટ લીધી હતી. શમ્સ મુલાનીએ 2 ઓવરમાં 33 રન આપ્યા હતા.