નવી દિલ્હીઃ શ્રીલંકાના ટેસ્ટ કેપ્ટન દિમુથ કરૂણારત્નેની રવિવારે સવારે કોલંબોમાં દારૂ પીને ગાડી ચલાવવા અને એક ગાડીને ટક્કર મારવાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે તેની જાણકારી આપતા જણાવ્યું કે, શ્રીલંકન ક્રિકેટર ત્રણ પૈંડાવાળી ગાડીમાં ટક્કર મારી, જેથી ડ્રાઇવરે હોસ્પિટલ જવું પડ્યું હતું. પરંતુ તેને વધુ ઈજા થઈ નથી. તેણે જણાવ્યું કે, દુર્ઘટના સમયે કરૂણારત્નેએ દારૂ પીધો હતો. 


કરૂણારત્નેને જામીન આપવામાં આવ્યા છે, પરંતુ શ્રીલંકાના સમયાનુસાર સવારે 5.40 પર પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. આ ઘટના બોરેલા ક્ષેત્રમાં થઈ હતી. આ સપ્તાહે શ્રીલંકાના ખેલાડીને કોર્ટમાં રજૂ થવું પડશે. 


આ ઘટનામાં ભલે બીજી ગાડીના ચાલકને વધુ ઈજા થઈ નથી, પરંતુ શ્રીલંકન ટેસ્ટ ટીમના કેપ્ટનને તેના કરિયરમાં નુકસાન થઈ શકે છે. સંભવ છે કે, તેની વિરુદ્ધ શ્રીલંકન ક્રિકેટ બોર્ડ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ કોઈ કાર્યવાહી કરી શકે છે. 


કરૂણારત્નેની આગેવાનીમાં ફ્રેબ્રુઆરીમાં શ્રીલંકન ટીમે આફ્રિકામાં સિરીઝ જીતી હતી, જ્યારે મેમાં બ્રિટનમાં યોજાનારા વિશ્વકપમાં પણ તેને વનડે ટીમનો કેપ્ટન બનાવવાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ તેની વિરુદ્ધ અુશાસનાસ્તમક કાર્યવાહીની સ્થિતિમાં તેનું નુકસાન ઉઠાવવું પડી શકે છે.