દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ રવિવારે કહ્યું કે, શ્રીલંકાનો કેપ્ટન દિનએશ ચાંડીમાલ પર વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં બોલની સ્થિતિમાં ફેરફાર કરવાનો આરોપ છે. શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચાંડીમાલ પર આઈસીસી આચાર સંહિતાના સ્તર 2.2.9ના ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રીજા દિવસે અમ્પાયરોએ શ્રીલંકન ખેલાડીઓને બોલ ખરાબ રીતે ચમકાવવાને કારણે પાંચ રનની પેનલ્ટી અને બોલ બદલવાનો નિર્ણય લીધો હતો. 


શ્રીલંકાના ખેલાડીઓએ અમ્પાયરોના નિર્ણયનો વિરોધ કરતા મેદાન પર ઉતરવાની ના પાડી હતી અને મેચ મોડી શરૂ થઈ હતી. રમત શરૂ થતા પહેલા કેપ્ટન અમ્પાયર સાથે લાંબી ચર્ચા કરતો જોવા મળ્યો હતો. આ સિવાય ટીમ મેનેજમેન્ટ પણ મેચ અધિકારીઓ સાથે ચર્ચા કરતા જોવા મળ્યા અને મેચમાં વિલંબ થયો હતો. 



અમ્પાયર અલીમ ડાર અને ઇયાન ગાઉલ્ડ આ બોલની સ્થિતિથી સંતુષ્ટ ન હતા, જેનો ઉપયોગ બીજા દિવસની રમતના અંતમાં કરવામાં આવ્યો હતો. અમ્પાયરોએ શ્રીલંકન ટીમને કહ્યું કે, તે આ બોલ સાથે આગળ રમત જારી રાખી શકશે નહીં. 


ત્યારબાદ શ્રીલંકન કેપ્ટન દિશેન ચાંડીમાલની આગેવાનીમાં ટીમે મેદાન પર ઉતરવાની ના પાડી હતી. વેસ્ટઇન્ડિઝે શ્રીલંકાના 253 રનના જવાબમાં પોતાની પ્રથમ ઈનિંગ 2 વિકેટે 118 રનથી આગળ વધારવાની હતી. 


મેચ રેફરી જવાગલ શ્રીનાત, શ્રીલંકન કોચ ચંડિકા હથુરાસિંઘે અને ટીમ મેનેજર અસાંકા ગુરૂસિઁઘા વચ્ચે વાતચીત થઈ. વાતચીત બાદ શ્રીલંકા બોલ બદલવા માટે રાજી થયું હતું.