કોલંબોઃ શ્રીલંકન ક્રિકેટની સંકટમાં ઘેરાયેલી સંચાલન સંસ્થાએ રવિવારે જાહેરાત કરી કે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)  દ્વારા રોકવામાં આવેલી 1.15 કરોડ રૂપિયાની રકમ મળઈ જશે. આઈસીસીએ તેના અધ્યક્ષ પદ માટે ચાલી રહેલા વિવાદને કારણે આઠ મહિના સુધી આ રકમને રોકી હતી. આઈસીસીએ શ્રીલંકાને આપવામાં આવરી રકમ રોકી લીધી હતી કારણ કે દેશની સરકારે ગત વર્ષે ચૂંટણી કરાવ્યા વિના એક અધિકારીને રમતનું કામ સંભાળવા નિયુક્ત કરી દીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકા ક્રિકેટ લાંબા સમય સુધી ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરતો રહ્યું અને હાલમાં આઈસીસીએ તેને સૌથી વધુ ક્રિકેટ પ્રશાસન કહ્યું હતું. અંતે ગત મહિને ચૂંટણી કરાવવામાં આવી જેમાં શમ્મી સિલ્વાને અધ્યક્ષ તરીતે પસંદ કરવામાં આવ્યા છે. 


સંચાલન સંસ્થાએ કહ્યું, શ્રીલંકા ક્રિકેટ તે જાહેરાત કરવા ઈચ્છે છે કે આઈસીસીની સાથે ઉચ્ચ સ્તરની ચર્ચાઓ બાદ શ્રીલંકા ક્રિકેટની નવી કાર્યકારી સમિતિને આઈસીસી પાસેથી મળનારી રકમ મળી જશે જે ઘણા સમયથી રોકાયેલી હતી.