કોલંબોઃ શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) હવે આગામી કેટલાક સમય સુધી કામચલાઉ રૂપથી શ્રીલંકા સરકારને આધીન કામ કરશે. બોર્ડની નવી રીતે રચના થાય ત્યાં સુધી શ્રીલંકાના રમતગમત પ્રધાન તેના પ્રમુખ હશે. જાણકારી પ્રમાણે એસએલસીના અધ્યક્ષ પદ પર થિલાંગા સુમથિપાલાનો કાર્યકાળ સમાપ્ત થવા અને નવી બોડી ચૂંટણીઓ સ્થગિત કરવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસએલસીનું કામ કેટલાક સમય માટે રમતગમત મંત્રાલય જોશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેવામાં શ્રીલંકા ક્રિકેટના સમક્ષ અધિકારી શ્રીલંકા ખેલ મંત્રાલયના સચિલ કમલ પદમાસિરી હશે. આ અવસરે સુમથિપાલાએ કહ્યું કે, તે એસએલસીના મામલામાં સરકારની દરમિયાનગીરીથી નાખુશ છે. તેમણે કહ્યું કે, યોગ્ય તે છે તે નવી ચૂંટણી થયા સુધી તેને બોર્ડના સંચાલનની જવાબદારી સોંપવામાં આવે. સુમથિપાલાએ કહ્યું, દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ, એશિયા કપ અને ઈંગ્લેન્ડનો પ્રવાસ આવનારા સમયમાં છે, તેવામાં આગામી ચાર-પાંચ મહિલા અમારા માટે ખૂબ પડકારજનક હશે. તેવામાં આ જવાબદારીનું વહન કરવા માટે સ્થિરતાની જરૂર છે. 


તેમણે કહ્યું, તેવામાં તે મામલામાં પણ આશંકા બનેલી છે કે આઈસીસી અમને ફંડ આપશે. ઘણી મોટી સમસ્યાઓ તેવી છે, જેને જોવાની જરૂર છે. શ્રીલંકા ક્રિકેટમાં બોડીની ચૂંટણી માટે કોર્ટમાં આગામી સુનાવણી 14 જૂને હાથ ધરાશે. શ્રીલંકાના રમતગમત પ્રદાન ફેજર મુસ્તફાનું કહેવું છે કે, આ ચૂંટણીનું આયોજન 31 જુલાઇ સુધી કરવામાં આવી શકે છે.