ફાસ્ટ બોલર લસિથ મલિંગા ટી20 વિશ્વકપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લેશે સંન્યાસ
મલિંગાએ કહ્યું કે, તે ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ બાદ વનડે ક્રિકેટને અલવિદા કહી દેશે.
સેન્ચુરિયનઃ શ્રીલંકાના સીમિત ઓવર ટીમના કેપ્ટન લસિથ મલિંગાએ ખુલાસો કર્યો કે, તે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વિશ્વકપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેશે. મલિંગાએ કહ્યું કે, તે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનારા આગામી વિશ્વકપ બાદ વનડે ક્રિકેટને અલવિદા કહી દેશે. પછી તે ઓક્ટોબર-નવેમ્બર 2020માં રમાનારા ટી20 વૈશ્વિક ટૂર્નામેન્ટ બાદ પોતાના કરિયરનું સમાપન કરશે.
આ 35 વર્ષીય ખેલાડીએ બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાની ટીમનો સાઉથ આફ્રિકા સામે થયેલા પરાજય બાદ કહ્યું, વિશ્વકપ બાદ મારૂ ક્રિકેટ કરિયર સમાપ્ત થઈ જશે. હું ટી20 વિશ્વકપ રમવા ઈચ્છું છું અને ત્યારબાદ મારા કરિયરનું સમાપન કરી દઈશ.
મલિંગાએ અત્યાર સુધી 218 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 322 વિકેટ ઝડપી છે. આ સિવાય 30 ટેસ્ટમાં તેના નામે 101 વિકેટ નોંધાયેલી છે.