ભારતે શ્રીલંકાને ત્રીજી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં હરાવીને ત્રણ મેચની આ ટી20 સિરીઝ ક્લીન સ્વીપ કરી નાખી છે. છેલ્લી મેચમાં હારની સાથે જ 2014માં ટી20 વર્લ્ડ કપ જીતનારી શ્રીલંકન ટીમના નામે આ ફોર્મેટમાં ખુબ જ શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો. શ્રીલંકાએ બાંગ્લાદેશને પાછળ છોડી દીધુ અને ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ મેચ હારનારી ટીમ બની ગઈ. જેમાં સુપર ઓવરમાં રમાયેલી મેચોના પરિણામો પણ સામેલ છે. ભારતે શ્રીલંકાને ત્રીજીવાર ત્રણ મેચોની ટી20 સિરીઝમાં  ક્લીન સ્વીપ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરમજનક રેકોર્ડ
પૂર્વ ટી20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ શ્રીલંકાના નામે આ ફોર્મેટમાં સૌથી વધુ મેચોમાં હારવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. શ્રીલંકન ટીમ સુપર ઓવર સહિતની બધી મેચો મળીને ટી20 ઈન્ટરનેશનલમાં કુલ 105 મેચ હારી ચૂકી છે. શ્રીલંકાએ આ મામલે બાંગ્લાદેશને પાછળ છોડી દીધુ જેના નામે 104 હાર આ ફોર્મેટમાં નોંધાયેલી છે. ત્રીજા નંબર પર આ લિસ્ટમાં બે વારની ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 101 ટી20 ઈન્ટરનેશનલ મેચ હારી છે. ચોથા અને પાંચમા નંબરે ક્રમશ: ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડ છે. 


ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ હાર (સુપર ઓવર સહિત)


105 -  શ્રીલંકા*
104 -  બાંગ્લાદેશ
101 -  વેસ્ટ ઈન્ડિઝ
99 -   ઝિમ્બાબ્વે
99 -  ન્યૂઝીલેન્ડ


વર્લ્ડ કપમાં પણ ખરાબ પ્રદર્શન
શ્રીલંકન ટીમની વાત કરીએ તો હાલમાં જ રમાઈ ગયેલા ટી20 વર્લ્ડ કપમાં પણ શ્રીલંકન ટીમનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું. વાનિન્દુ હસરંગાની કેપ્ટનશીપમાં ICC ટુર્નામેન્ટ રમનારી શ્રીલંકન ટીમ ગ્રુપ સ્ટેજમાં જ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. ગ્રુપ સીમાં તે ફક્ત એક જ મેચ જીતી શકી અને ત્રીજા નંબરે રહી. આગામી રાઉન્ડ એટલે કે સુપર 8માં પહોંચી શકી નહીં. ભારતે સાઉથ આફ્રીકાને ફાઈનલમાં હરાવીને ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો.