નિડાસ ટ્રોફી પહેલા શ્રીલંકાને ઝટકો, એજન્લો મેથ્યુસ નહીં રમે
શ્રીલંકાનો સીમિત ઓવરને કેપ્ટન મેથ્યુસ ત્રિકોણીય ટી20 શ્રેણી નિડાસ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે.
કોલંબોઃ સ્નાયુની ઈજાને કારણે શ્રીલંકાનો કેપ્ટન એન્જેલો મેથ્યુસ ત્રિકોણીય ટી20 શ્રેણી નિડાસ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. મેથ્યુસને ટી20 શ્રેણીમાંટે પસંદ કરાયેલા સંભવિત ખેલાડીઓની યાદીમાંથી બાકાત રખાયો છે. વેબસાઇટ ઇએસપીએલ ક્રિકઈન્ફોએ જણાવ્યા પ્રમાણે મેથ્યુસની ગેરહાજરીમાં ચંડિમાલ શ્રીલંકાની ટીમનું નેતૃત્વ કરશે.
બાંગ્લાદેશ સામેની ત્રિકોણીય શ્રેણી દરમિયાન મેથ્યુસના સ્નાયુ ખેંચાઇ ગયા હતા, જે ઈજામાંથી હજુ તે બહાર આવ્યો નથી. બોર્ડે કહ્યું કે, મેથ્યુસના નામ પર વિચાર કરવામાં આવ્યો નથી. બાંગ્લાદેશના પ્રવાસ દરમિયાન થયેલી ઈજામાંથી તે હજુ બહાર આવ્યો નથી.
તે શ્રેણીમાં બેટિંગ દરમિયાન મેથ્યુસને ઈજા થઈ હતી. ત્યારે એમ માનવામાં આવી રહ્યું હતું કે મેથ્યુસ લાંબા સમય સુધી ક્રિકેટમાંથી બહાર રહી શકે છે, પરંતુ સ્કેન દરમિયાન આ અટકળો પર પૂર્ણ વિરામ લાગી ગયું હતું.
બાંગ્લાદેશ, ભારત અને શ્રીલંકા વચ્ચે નિદાસ ટ્રોફીનું આયોજન આગામી સપ્તાહે થવાનું છે. શ્રીલંકા માટે આ ટ્રોફીમાં મેથ્યુસ સિવાય, શેહાન મધુશંકા અને અસેલા ગુણારત્ને પણ ઈજાને કારણે નહીં રમે. નિદાસ ટ્રોપી માટે જાહેર થયેલી શ્રીલંકન ટીમમાં કુસલ પરેરાની વાપસી થઈ છે. તે પણ બાંગ્લાદેશની શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ શ્રેણી માટે હજુ સુધી શ્રીલંકાની સંભવિત ટીમની જાહેરાત થઈ છે. 6 માર્ચ પહેલા શરૂ થનારી શ્રેણી પહેલા 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવશે.
શ્રીલંકા ક્રિકેટ ટીમ (સંભવિત) - દિનેશ ચંડિમાલ, ઉપુલ થરંગા, દાનુસ્કા ગુનાથીલકા, કુસલ મેન્ડિસ, દાસુન શનાકા, કુસલ પરેરા, થિસારા પરેરા, જીવન મેન્ડિસ, સુરંગા લકમલ, નિરોશન ડિકલેવા, સદીરા સમારાવિક્રમ, ઇસુરૂ ઉદાના, જૈફ્રી વાંડાર્સ, અકીલા ધનંજય, અમીલા અપોંસો, અસિથા ફર્નાદો, લાહિરુ કુમારા, નુવાન પ્રદીપ, દુશ્મંથા ચમીરા અને ધનંજય ડી સિલ્વા.