નવી દિલ્હીઃ શ્રીલંકાની ટીમ તમામ ઉતાર-ચઢાવ બાદ આખરે ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થશે. શ્રીલંકાના ક્રિકેટરોએ કોન્ટ્રાક્ટને લઈને થયેલા વિવાદ બાદ આ પ્રવાસ પર જવાની ના પાડી દીધી હતી, પરંતુ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને આ પ્રવાસ પર જવા માટે રાજી કરી લીધા છે. આ પ્રવાસ માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે 24 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. હાલમાં બાંગ્લાદેશના પ્રવાસે ટીમની કમાન સંભાળનાર કુસલ પરેરા એક વાર ફરી ટીમની કમાન સંભાળશે. ટીમમાં નુવાન પ્રદીપની વાપસી થઈ છે, પરંતુ એન્જેલો મેથ્યૂઝ, દિનેશ ચંડીમલ અને દિમુથ કરૂણારત્ને જેવા સીનિયર ખેલાડીઓને ટીમમાં જગ્યા મળી નથી. ત્યારબાદ આ ત્રણેયના ભવિષ્યને લઈને સવાલ ઉભા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશેન બંડારાને છોડી બાંગ્લાદેશના પ્રવાસે જે ખેલાડીઓની ગયા હતા, તે બધાને ટીમમાં તક મળી છે. શ્રીલંકા ક્રિકેટ હવે ભવિષ્યને ધ્યાનમાં રાખી ખેલાડીઓની પસંદગી કરી રહ્યું છે. પાછલા સપ્તાહે સમાચાર આવ્યા હતા કે શ્રીલંકાના ખેલાડી નવી કોન્ટ્રાક્ટ સિસ્ટમથી નાખુશ છે અને તેણે સાઇન ન કરવાનો નિર્ણય લીધો છે. આ કારણે ટીમની જાહેરાત કરવામાં વિલંબ થયો છે. શ્રીલંકાની ટીમ 9 જૂને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થશે. 


WTC Final માટે આઈસીસીએ મેચ અધિકારીઓની કરી જાહેરાત, જાણો કોણ હશે મેચ રેફરી અને અમ્પાયર  


શ્રીલંકાની ટીમઃ કુસલ પરેરા (કેપ્ટન), કુસલ મેન્ડિસ, દનુષ્કા ગુણાતિલાકા, અવિષ્કા ફર્નાન્ડો, પમુથ નિસાંકા, નિરોશન ડિકવેલા, ધનંજય ડિ સિલ્વા, ઓશાના ફર્નાન્ડો, ચરિત અસાલંકા, દસુન શનાકા, વહિન્દુ હસરંગા, રમેશ મેન્ડિસ, ચમિકા કરૂણારત્ને, ધનંજય લક્ષન, ઇસાન જયરત્ને, દુશમંતા ચમીરા, ઉસુરુ ઉડાના, અસીતા ફર્નાન્ડો, નુવાન પ્રદીપ, બિનુરા ફર્નાન્ડો, શિરન ફર્નાન્ડો, લક્ષન સંદાકન, અકીલા ધનંજય, પ્રવીણ જયવિક્રમા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube