નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને શ્રીલંકા (SL vs ENG) વચ્ચે રમાઈ રહેલી બે મેચોની ટેસ્ટ સિરીઝ (Test Match) માં એવું થયું જે આ પહેલા ક્યારેય કોઈ ટેસ્ટ મેચ દરમિયાન થયું નથી. ગોલમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની બંન્ને ઈનિંગમાં શ્રીલંકાની ટીમ ખાસ રીતે ઓલઆઉટ થઈ. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં શ્રીલંકાએ 381 બનાવ્યા જ્યારે બીજી ઈનિંગમાં માત્ર 126 રન પર આઉટ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

145 વર્ષના ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) ઈતિહાસમાં આવું પ્રથમ વાર થયું જ્યારે કોઈ ટીમની તમામ વિકેટ એક પ્રકારના બોલરોએ હાસિલ કરી. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરોએ પ્રથમ ઈનિંગમાં શ્રીલંકાને (Srilanka cricket team) ઓલઆઉટ કર્યું જ્યારે બીજી ઈનિંગની બધી વિકેટ સ્પિનરના ખાતામાં ગઈ હતી. આ પહેલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આમ ક્યારેય થયું નથી. 


આ પણ વાંચો- ENG vs SL: શ્રીલંકા સામે સદી ફટકારી રૂટે બનાવ્યો રેકોર્ડ, વિરાટ, સચિન અને ફ્લેમિંગને પાછળ છોડ્યા


પ્રથમ ઈનિંગમાં એન્ડરસનનો કહેર
38 વર્ષના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન (James Anderson) એ શ્રીલંકાની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. તે કોઈ ટેસ્ટની એક ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપનાર વિશ્વનો સૌથી મોટી ઉંમરનો બોલર બન્યો છે. તેણે 29 ઓવરોમાં 40 રન આપીને છ વિકેટ ઝડપી હતી. આ સિવાય માર્ક વુડને ત્રણ અને સેમ કરનને એક વિકેટ મળી હતી. આ ત્રણેય ફાસ્ટ બોલર છે અને તેણે શ્રીલંકાની ઈનિંગની 10 વિકેટ ઝડપી હતી. 


બીજી ઈનિંગમાં બેસ અને જેકનો કમાલ
શ્રીલંકાની બીજી ઈનિંગમાં ડોમ બેસ અને જેક લીચ તરખાટ  મચાવ્યો અને લંકન ટીમ માત્ર 126 રનમાં ખખડી ગઈ હતી. બેસે 16 ઓવરમાં 49 રન આપીને 4 જ્યારે લીચે 14 ઓવરમાં 59 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જો રૂટે બે વિકેટ હાસિલ કરી હતી. બીજી ઈનિંગમાં બધી 10 વિકેટ સ્પિન બોલરોને મળી જે એક રેકોર્ડ છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube