નવી દિલ્હીઃ યજમાન શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ કોલંબોના મેદાન પર રમાઇ હતી. કોલંબોના મેદાન પર એકવાર ફરી ન્યૂઝીલેન્ડના બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. કીવી ટીમે આ મેચમાં શ્રીલંકાને હરાવીને સિરીઝ 1-1થી બરોબર કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝીલેન્ડની ટીમે બીજી મેચ જીતીને બે મેચોની સિરીઝ 1-1થી બરોબર કરવામાં સફળતા મેળવી છે. મહેમાન ટીમે શ્રીલંકાને એક ઈનિંગ અને 65 રનથી પરાજય આપ્યો હતો. આ સિરીઝની પ્રથમ મેચમાં યજમાન શ્રીલંકા 6 વિકેટથી જીત્યું હતું, પરંતુ હવે સિરીઝ બરોબરી પર સમાપ્ત થઈ છે. આ જીતની સાથે ન્યૂઝીલેન્ડની ટીમે પણ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જીતનું ખાતું ખોલાવી લીધું છે. 


આ મુકાબલાની સાથે ચોંકવનારી વાત તે રહી કે ન્યૂઝીલેન્ડની ટીમ પાંચમાં દિવસ સુધી પોતાની પ્રથમ ઈનિંગ પૂરી ન કરી શકી, કારણ કે 100થી વધુ ઓવરની મેચ વરસાદને કારણે ધોવાઇ ગઈ હતી. આ રીતે શ્રીલંકાને પ્રથમ ઈનિંગમાં 244 રન પર ઓલઆઉટ કર્યા બાદ ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ગુમાવી 431ના સ્કોર પર દાવ ડિકલેર કર્યો હતો. તેમાં ટોમ લાથમ અને બીજે વાટલિંગે સદી ફટકારી હતી. 


રમતના અંતિમ દિવસે આશરે 80 ઓવરમાં શ્રીલંકાની ટીમે મુકાબલો ડ્રો કરાવવા માટે વિકેટ બચાવવાની હતી, પરંતુ ટીમ 122 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાની ટીમ કોલંબોના મેદાન પર ત્રીજી વખત ઈનિંગ અને રનના અંતરથી કોઈ ટેસ્ટ મેચ હારી છે. બે વખત કીવી ટીમે જ લંકાને પરાજય આપ્યો છે. ઈનિંગ અને રનના અંતરથી ન્યૂઝીલેન્ડનો આ શ્રીલંકા પર મોટો વિજય છે. 


શ્રીલંકા તરફથી બીજી ઈનિંગમાં નિરોશન ડિકવેલાએ સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈપણ બેટ્સમેન વધુ સમય ક્રીઝ પર ટકી શક્યો નથી. ચાર બેટ્સમેનો તો શૂન્ય પર આઉટ થયા હતા. 

એશિઝમાં ડ્રીમ ઈનિંગ રમનાર બેન સ્ટોક્સે આખરે શું ખાધુ હતું: ફ્રાઇડ ચિકન અને ચોકલેટ 


ઈનિંગ અને રનથી શ્રીલંકાને શ્રીલંકામાં હરાવનારી નોન એશિયન ટીમો


ઓસ્ટ્રેલિયા - ઈનિંગ અને 38 રન, કેન્ડી 1983


ન્યૂઝીલેન્ડ- ઈનિંગ અને 61 રન, કોલંબો CCC 1984


દક્ષિણ આફ્રિકા- ઈનિંગ અને 208 રન, કોલંબો 1993


ન્યૂઝીલેન્ડ - ઈનિંગ અને 65 રન, કોલંબો 2019