કોલંબોઃ ઓપનિંગ બેટ્સમેન નિરોશન ડિકવેલાના 95 રન અને કેપ્ટન દિનેશ ચાંડીમલની 80 રનની ઈનિંગ બાદ બોલરોના શાનદાર પ્રદર્શનથી શ્રીલંકાએ મંગળવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વરસાદથી પ્રભાવિત પાંચમાં એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં ડકવર્થ લુઇસ નિયમથી 219 રનના મોટા અંતરથી વિજય મેળવ્યો હતો. એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં રનોના અંતરથી આ ઈંગ્લેન્ડની સૌથી મોટી હાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંચ મેચોની આ શ્રેણીને ઈંગ્લેન્ડ પહેલા તેને નામે કરી ચુક્યુ હતું. તેવામાં આ મેચના પરિણામની અસર સીરીઝના પરિણામ પર ન પડી જે 3-1થી તેના પક્ષમાં ગઈ હતી. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવમરાં 6 વિકેટના નુકસાન પર 366 રનનો વિશાળ સ્કોર બનાવ્યો ત્યારબાદ ઈંગ્લેન્ડની ઈનિંગની 26.1 ઓવરમાં 9 વિકેટ પર 132 રન પર રોકી દીધું હતું. ત્યારબાદ ભારે વરસાદને કારણે મેચમાં વિઘ્ન પડ્યું અને પરિણામ ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે આવ્યું હતું. 


લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી અને બીજી ઓવર સુધી 4 રનની અંદર તેની ત્રણ વિકેટ પડી ગઈ હતી. ટીમે 28 રનના સ્કોરે ચોથી વિકેટ પણ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બેન સ્ટોક્સ (67) અને મોઇન અલી (37)એ શ્રીલંકન બોલરોનો સામનો કર્યો હતો. બંન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 79 રનની ભાગીદારી તૂટી અને ઈંગ્લેન્ડની ટીમ ધરાશાયી થઈગઈ હતી. શ્રીલંકાના અકિલા ધનંજયે ચાર વિકેટ લીધી જ્યારે દુશમંતા ચમીરાએ ત્રણ બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલ્યા હતા. 


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકા માટે ડિકવેલાએ સદીરા સમરવિક્રમ (54)ની સાથે મળીને પ્રથમ વિકેટ માટે 137 રનની ભાગીદારી કરી મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. ત્યારબાદ ચાંડીમલે ઈનિંગ આગળ વધારતા કુસલ મેન્ડિસ સાથે ત્રીજી વિકેટ માટે 101 રનની ભાગીદારી કરી. કુસલે 33 બોલમાં 56 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર ટોમ કુરેને કેપ્ટનને આઉટ કર્યો, જેનો કેચ ડીપ મિડવિકેટ પર જેસન રોયે કર્યો હતો. ચાંડીમાલે 73 બોલની ઈનિંગમાં છ ફોર અને બે સિક્સ ફટકારી હતી. 


કુરેને આગલા બોલ પર તિસારા પરેરા (11) રન પર આઉટ કર્યો પરંતુ અકીલા ધનંજય (અણનમ 18) હેટ્રિક ટાળી હતી. ધનંજયે ધનંજય ડિ સિલ્વા (19 રન)ની સાથે અણનમ 38 રનની ભાગીદારી કરી હતી.