શારજાહઃ શ્રીલંકાએ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા આઈસીસી ટી20 વિશ્વકપ સુપર-12ના મુકાબલામાં બાંગ્લાદેશને 6 વિકેટે પરાજય આપી શાનદાર જીત મેળવી છે. શ્રીલંકાની આ સતત ચોથી જીત છે. આ જીત સાથે ટીમે બે પોઈન્ટ મેળવી લીધા છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 171 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાએ 18.5 ઓવરમાં 5 વિકેટે 172 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચારિથ અસલંકાની દમદાર ઈનિંગ
શ્રીલંકા તરફથી ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા ચરિથ અસલંકાએ શાનદાર બેટિંગ કરી ટીમને જીત અપાવી હતી. અસલંકા 49 બોલમાં 5 સિક્સ અને 5 ચોગ્ગા સાથે 80 રન બનાવી અણનમ રહ્યો હતો. ભાનુકા રાજપક્ષેએ તેને સાથ આપ્યો હતો. રાજપક્ષે 31 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 53 રન બનાવી આઉટ થયો હતો. 


આ પહેલા બાંગ્લાદેશે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. કુસલ પરેરા 1 રન બનાવી નસુમ અહમદનો શિકાર બન્યો હતો. ત્યારબાદ પ્રમુમ નિશાંકા 24 રન બનાવી શાકિબની ઓવરમાં આઉટ થયો હતો. આવિષ્કા ફર્નાન્ડો શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. વાનિંદુ હસરંગા માત્ર 6 રન બનાવી સૈફુદ્દીનનો શિકાર બન્યો હતો. 


આ પણ વાંચોઃ IPL 2021 ના આ 5 સ્ટાર પોતાના પ્રથમ વર્લ્ડ કપમાં છવાઈ જવા તૈયાર છે, કોણ અપાવશે જીત


બાંગ્લાદેશ તરફથી ઓપનર નઇમે ફટકારી અડધી સદી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત સારી રહી હતી. ટીમે પાવરપ્લેમાં 1 વિકેટે 41 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશને પ્રથમ ઝટકો લિટન દાસના રૂપમાં લાગ્યો હતો. દાસ 16 રન બનાવી લાહિરૂ કુમારાનો શિકાર બન્યો હતો. શાકિબ અલ હસન 10 રન બનાવી કરૂણારત્નેની ઓવરમાં બોલ્ડ થયો હતો. બાંગ્લાદેશના ઓપનર નઇમે શાનદાર બેટિંગ કરતા 52 બોલમાં 6 ચોગ્ગા સાથે 62 રન ફટકાર્યા હતા. તે ભાનુકા ફર્નાન્ડોનો શિકાર બન્યો હતો. 


મુસફિકુરે ટીમનો સ્કોર 171 પર પહોંચાડ્યો
બાંગ્લાદેશને 129 રનના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ અનુભવી બેટ્સમેન મુશફિકુર રહીમે ઈનિંગ સંભાળી હતી. રહીમે ટી20 વિશ્વકપમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. રહીમ 37 બોલમાં 5 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 57 રન બનાવી અણનમ રહ્યો હતો. મહમદુલ્લાહે અણનમ 10 રન બનાવ્યા હતા. અફિસ હુસૈન 7 રન બનાવી રનઆઉટ થયો હતો. 


શ્રીલંકા તરફથી કરૂણારત્ને, ફર્નાન્ડો અને લાહિરુ કુમારાએ એક-એક વિકેટ ઝડપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube