નવી દિલ્હીઃ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, ટી20 અને વનડેમાં જો સૌથી વધુ વિકેટ ઝડપનારની યાદી જોવામાં આવે તો ત્રણેય ફોર્મેટમાં પ્રથમ સ્થાન પર એક સમાનતા મળશે. ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર શ્રીલંકન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાન ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરન વનડે અને ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. મુરલીધરનની વિરાસતને મલિંગાએ આગળ વધારી છે અને ટી20મા સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. તેણે આ મામલામાં શાહિદ આફ્રિદીને પાછળ છોડી દીધો છે. 


આફ્રિદીની રમતના આ સૌથી નાના ફોર્મેટમાં 98 વિકેટ હતી. મલિંગાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમતા પ્રથમ ટી20 મેચમાં 23 રન આપીને બે વિકેટ લીધી અને આ સાથે હવે ટી20મા 99 વિકેટ થઈ ગઈ છે. મલિંગાએ કોલિન મુનરો અને પછી કોલિન ડિ ગ્રાન્ડહોમને આઉટ કરી આફ્રિદીને પાછળ છોડી દીધો હતો. 


મુરલીધરન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થઈ ચુક્યો છે પરંતુ તે વનડે અને ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલરોની યાદીમાં હજુ ટોપ પર છે. મુરલીધરને 133 ટેસ્ટ મેચોમાં 800 વિકેટ ઝડપી જ્યારે 350 વનડેમાં તેના નામે 534 વિકેટ છે. 

IndvsWI: બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી સચિન-ટાઇગર પટૌડીના લિસ્ટમાં સામેલ થયો વિહારી