કોલંબોઃ ઘણા મહત્વના ખેલાડીઓની ગેરહાજરીમાં શ્રીલંકા ક્રિકેટ ટીમ સુરક્ષાની ચિંતાઓ છતાં મંગળવારે પાકિસ્તાનના પ્રવાસે રવાના થઈ છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ટીમને આતંકીઓ દ્વારા નિશાન બનાવવાની આશંકા છતાં યજમાન ટીમની સુરક્ષાની તૈયારીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકાની ટીમ પર આ પહેલા 2009મા લાહોરમાં પણ આતંકી હુમલો થયો હતો. ત્યારબાદ મોટા ભાગની આંતરરાષ્ટ્રીય ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇન્કાર કરી દીધો અને ટીમ પોતાની મોટા ભાગની મેચ યૂએઈમાં રમવી પડી હતી. આ આતંકી હુમલામાં શ્રીલંકાના છ ખેલાડી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા જ્યારે છ પોલીસકર્મી અને બે નાગરિકોના મોત થયા હતા. 


સિંધુને મોટો ઝટકો, કોરિયન બેડમિન્ટન કોચે છોડ્યો ભારતનો સાથ


કોલંબોથી રવાન થતાં પહેલા શનાકાએ કહ્યું, 'હું પહેલા પણ ત્યાં જઈ ચુક્યો છું. અમારા માટે જે પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે તેનાથી હું સંતુષ્ટ છઉં અને પાકિસ્તાનમાં અમારી ટીમની આગેવાની કરવામાં મને ખુશી છે. અમે આશા કરીએ છીએ કે યજમાન દેશની મજબૂત ટીમને ટક્કર આપીશું.'


એકદિવસીય ટીમના કેપ્ટન લાહિરૂ થિરિમાનેએ કહ્યું કે, તેને કોઈ ચિંતા નથી અને તેને પાકિસ્તાનમાં ખુબ ઉચ્ચ સ્તરની સુરક્ષાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. આ પ્રકારની સુરક્ષા રાષ્ટ્રાધ્યક્ષોને તેના પ્રવાસ પર મળે છે.