કોલંબોઃ શ્રીલંકા ક્રિકેટ ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક રંગના હેરાથે ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કરી લીધો છે. હેરાથ આ વર્ષએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ બાદ નિવૃતી લેશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ નવેમ્બરમાં રમાનારી ટેસ્ટ શ્રેણીનો પ્રથમ મેચ 6 નવેમ્બરથી ગોલમાં રમાશે. હેરાથ 1999માં ટેસ્ટ કેરિયરની શરૂઆત કરનાર એકમાત્ર સક્રિય ક્રિકેટર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેરાથે ગોલ મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું અને આ મેદાન પર તે વિદાય લેશે. આ સાથે હેરાથને આ મેદાન પર 100 વિકેટ લેનાર મુરલીધરનના રેકોર્ડની બરોબરી કરવા માટે એક વિકેટની જરૂર છે, જેને તે પોતાના અંતિમ ટેસ્ટમાં પૂરી કરી લેશે. આ મેદાન પર વર્ષ 2009માં હેરાથે પાકિસ્તાન વિરુદ્ધ 10 વિકેટ ઝડપી હતી. આ મેચ માટે હેરાથને અચાનક બોલાવવામાં આવ્યો હતો. તે સમયે હેરાથ ઈંગ્લેન્ડમાં લીગ ક્રિકેટ રમી રહ્યો હતો. 


ઘુંટણની ઈજાથી પરેશાન રહ્યો હેરાથ
તેણે પસંદગીકારોને કહ્યું કે, તે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી માટે ઉપલબ્ધ રહી શકશે નહીં. તેણે વર્ષ 2017થી કોઈપણ ત્રણ ટેસ્ટ મેચની પૂરી શ્રેણી રમી નથી. તેનું મુખ્ય કારણ તેની ઈજા રહી છે. તે ઘણા વર્ષોથી ઘુંટણની ઈજાથી પરેશાન રહ્યો છે. 


હેરાથ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી સફળ ડાબા હાથનો બોલર છે. પોતાના ટેસ્ટ કેરિયરમાં હેરાથે કુલ 92 ટેસ્ટ મેચ રમી છે અને 430 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે 71 વનડે મેચોમાં 74 અને 17 ટી20 મેચોમાં 18 વિકેટ ઝડપી છે. તે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 10મો સૌથી સફળ બોલર છે. 


હેડલી-કપિલના રેકોર્ડની ખૂબ નજીક છે હેરાથ
ગાલે ટેસ્ટમાં હેરાથની પાસે રિચર્ડ હેડલી અને કપિલ દેવના રેકોર્ડને તોડવાની તક છે. રિચર્ડ હેડલીએ પોતાના ટેસ્ટ કેરિયરમાં 431 વિકેટ લીધી છે તો કપિલ દેવના નામે 434 વિકેટ છે. હેરાથ બે વિકેટ ઝડપે તો હેડલી અને પાંચ વિકેટ લે તો કપિલ દેવનો રેકોર્ડ તોડી શકે છે. 

ફિક્સ હતી લોર્ડસમાં 2011માં રમાયેલી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ?