આ ભારતીય ક્રિકેટરે કર્યા સૌ કોઈને આશ્ચર્યચકિત, શ્રીલંકા સીરિઝ વચ્ચે કરી નિવૃત્તિની જાહેરાત
ભારતીય ટીમ શ્રીલંકાની સામે બે મેચની ટેસ્ટ સીરિઝ જીતી ચૂકી છે. પરંતુ આ વચ્ચે એક સ્ટાર ક્રિકેટરે રિટાયરમેન્ટની જાહેરાત કરી છે.
નવી દિલ્હી: ભારતીય ટીમ શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ સીરિઝ જીતી ચૂકી છે. કેપ્ટન રોહિત શર્માની ટીમ શાનદરા પ્રદર્શન કરી રહી છે. પરંતુ આ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં ભારતના એક સ્ટાર ખેલાડીએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. શ્રીલંકા સીરિઝ વચ્ચે આ સમાચારે ફેન્સને આશ્ચર્યચકિત કર્યા છે.
આ ખેલાડીએ લીધું રિટાયરમેન્ટ
ગુજરાતના બેટ્સમેન મનપ્રીત જુનેજાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેના હોમ સ્ટેટ એસોસિએશન GCAએ સોમવારે આ જાહેરાત કરી. જીસીએ અહીં એક નિવેદનમાં કહ્યું- ગુજરાત ક્રિકેટ સંઘ (જીસીએ) મનપ્રીત જુનેજાના શાનદાર કરિયર માટે શુભેચ્છા પાઠવે છે. આ બેટ્સમેને 9 માર્ચના ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
ભારત માટે રમી ચૂક્યો છે ક્રિકેટ
જમણા હાથનો બેટ્સમેન અને જમણો હાથ ઓફ બ્રેક બોલર જુનેજા ભારત એ અને ભારત અંડર-23 માટે રમી ચૂક્યો છે. તેણે હોમ સર્કિટમાં જીસીએનું પ્રતિનિધિત્વ કર્યું અને તે ઇન્ડિયન પ્રિયમર લીગમાં દિલ્હી ડેયરડેવિલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમ્યો હતો. અમદાવાદમાં જન્મેલા 31 વર્ષના જુનેજાએ 69 પ્રથમ શ્રેણી મેચમાં 4265 રન બનાવ્યા જેમાં નાબાદ 201 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. તેણે પ્રથમ શ્રેણી મેચમાં નવ સદી અને 25 અર્ધસદી ફકારી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube