સ્ટાર રેસલર ધ રોકે WWEમાંથી કરી નિવૃતીની જાહેરાત, હોલીવુડમાં ધૂમ મચાવવાનો પ્લાન
ડ્વાયન જોનસની અંતિમ સત્તાવાર મેચ 2016મા થઈ જે રેસલમેનિયા 32 હતી. જેમાં તેણે વોટ બ્રધર્સના એરિક રોવાનને હરાવ્યો હતો.
નવી દિલ્હીઃ ડ્વાયન જોનસને સોમવારે સત્તાવાર રીતે વર્લ્ડ રેસલિંગ ઇન્ટરટેનમેન્ટ (WWE)માથી નિવૃતીની જાહેરાત કરી દીધી છે. 'ધ રોક'ના નામથી જાણીતા ડ્વાયને હવે ભવિષ્યમાં આ રમતમાંથી જોડવાની સંભાવનાને નકારી દીધી છે. આ પ્રથમ ઘટના છે જ્યારે વર્લ્ડ રેસલિંગ ઇન્ટરટેનમેન્ટ (WWE)માંથી કોઈપણ પ્રોફેશનલ્સ રેસલરે આ રમતમાંથી સત્તાવાર રીતે નિવૃતીની જાહેરાત કરી દીધી હતી. જોનસને અંતિમ સત્તાવારમેચ 2016મા થઈ જે રેસલમેનિયા 32 હતી. જેમાં તેણે વોટ બ્રધર્સના એરિક રોવાનને હરાવ્યો હતો.
રોકે 1997મા કર્યું હતું પર્દાપણ
ડ્વાયન જોનસને (ધ રોક) પોતાની પ્રથમ મેચ 1997મા સર્વાઇવર સિરીઝમાં રમી હતી. રોકે નિવૃતી પહેલા એક લાઇવ ચેટમાં કહ્યું, 'હું રેસલિંગને ખુબ યાદ કરીશ, મને આ ખુબ પસંદ છે. હું રેસલિંગમાંથી નિવૃતી લઈ રહ્યો છું, કારણ કે હું જ્યારે ફિલ્મોમાં વધુ કામ કરવા ઈચ્છું છું. પરંતુ રેસલિંગના ચાહકોને ખુબ મિસ કરીશ. લાઇવ ક્રાઉડની સામે રમવાની એક મજા અલગ છે. ક્રાઉડની અવાજમાં જાદૂ હોય છે, જે તમને પ્રોત્સાહિત કરે છે.'
વિરાટ કોહલીની બાદશાહત પર ખતરો, સ્ટીવ સ્મિથે ICC ટેસ્ટ રેન્કિંગમાં લગાવી છલાંગ
રોક હોલીવુડમાં કરી રહ્યો છે એક્ટિંગ
જોનસ હોલીવુડની નવી ફિલ્મ 'ફાસ્ટ એન્ડ ફ્યૂરિયર પ્રેઝેન્ટ્સ'- હોબ્સ એન્ડ શો'માં કામ કરી રહ્યો છે. આ પહેલા પણ રોક ઘણી હોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. રોક વાકિંગ ટોલ, ફાસ્ટ ફાઇવ, જુમાન્જી વગેરે ઘણી મોટી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે.
પ્રથમ મેચ રહી યાદગાર- રોક
ડ્વાયન જોનસને લાઇવ ચેટ શોમાં કહ્યું, 'હું મારી પ્રથમ મેચ ક્યારેય ભૂલી શકું નહીં. હું એક નાના શહેરમાંથી આવું છું. તે સમયે મને કોઈ જાણતું નહતું. આજે પણ મારી પ્રથમ સર્વાઇવર મેચને જોવ છું તો મનમાં હસવા લાગું છું.'