લંડનઃ ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જુલાઈમાં રમાનારી 'ધ હંટ્રેડ લીગ'ના શરૂઆતી ડ્રાફ્ટમાં સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ છે. સ્મિથ અને વોર્નરની રિઝર્વ કિંમત 125000 પાઉન્ડ (આશરે 1.14 કરોડ) છે. ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક, વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ, શ્રીલંકાના લસિથ મલિંગા અને આફ્રિકાનો ફાસ્ટ બોલર કગિસો રબાડા પણ આ શ્રેણીમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશનો શાકિબ અલ હસન, પાકિસ્તાનનો મોહમ્મદ આમિર અને ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટને એક લાખ પાઉન્ડ (આશરે 91 લાખ)ની રિઝર્વ રકમના વર્ગમાં રાખવામાં આવ્યા છે. પ્રથમ હરાજી રવિવારે થશે. 


પુરૂષ વર્ગમાં 239 ખેલાડીઓ સહિત 570 ખેલાડી સામે થશે. આઠ ટીમો 100 બોલની પ્રથમ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે જે 17 જુલાઈથી 16 ઓગસ્ટ વચ્ચે રમાશે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર