સિડનીઃ પ્રતિબંધિત ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર બોલ ટેમ્પરિંગ પ્રકરણ બાદ શનિવારે પ્રથમ વખત સ્ટીવ સ્મિથની સાથે ઓસ્ટ્રેલિયામાં એક સાથે રમ્યો હતો. કૂગી ઓવલમાં રમાયેલી આ મેચમાં બંન્ને સિડનીની પોત-પોતાની ક્લબ ટીમો તરફથી રમ્યા હતા. શેન વોટસન પણ આ મેચનો ભાગ હતો, જ્યારે દર્શકો વચ્ચે મહાન બેટ્સમેન સ્ટીવ વો અને દિગ્ગજ બોલર મિશેલ જોનસન હાજર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટી સંખ્યામાં પહોંચેલા દર્શકોએ આ બંન્ને ખેલાડીઓનું ગર્મજોશીથી સ્વાગત કર્યું હતું. આ બંન્નેએ પ્રશંસકોને ઓટોગ્રાફ આપ્યા અને તેની સાથે તસ્વીરો ખેંચાવી હતી. ક્રિકેટ.કોમ.એયૂ અનુસાર આ દરમિયાન દર્શકોમાં બંન્ને ખેલાડીઓ પ્રત્યે કોઈ નારાજગી ન જોવા મળી. વોર્નરની રેંડવિક પીટરશૈમ ટીમને સ્મિથની સદરલેન્ડ ટીમે પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. 


વોર્નરે બે બાઉન્ડ્રી ફટકારી, પરંતુ 13 રન બનાવ્યા બાદ સ્ટીવ વોના પુત્ર આસ્ટિન વોના બોલ પર પોઈન્ટમાં કેચઆઉટ થયો હતો. સ્મિથે શાનદાર પ્રદર્શન કહ્યું અને સ્ટંપ થવા પહેલા 48 રન ફટકાર્યા હતા. આ બંન્ને પર પૂર્વ ટેસ્ટ ઓલરાઉન્ડર શેન વોટસનનું પ્રદર્શન હાવી રહ્યું, તેણે 41 બોલમાં 62 રન બનાવવા ઉપરાંત ત્રણ વિકેટ ઝડપીને સદરલેન્ડની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.