દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ મંગળવારે (6 ઓગસ્ટ) ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે, જેમાં ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના મિડલ ઓર્ડર બેટ્સમેન સ્ટીવ સ્મિથે છલાંગ લગાવી છે. 16 મહિના સુધી ટેસ્ટ ક્રિકેટથી દૂર કરનાર સ્મિથે પોતાની વાપસી ટેસ્ટ મેચની બંન્ને ઈનિંગમાં સદી ફટકારીને દેખાડી દીધું કે તે ટેસ્ટ ક્રિકેટના સૌથી સારા બેટ્સમેનોમાંથી એક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટમાં પ્રતિબંધ લાગતા પહેલા સ્ટીવ સ્મિથ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન હતો. ક્રિકેટમાં પ્રતિબંધ લાગ્યાના ઘણા મહિના સુધી સ્ટીવ સ્મિથ આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં નંબર બેટ્સમેન તરીકે યથાવત હતો. બાદમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ તેને પાછળ ધકેલી પોતાના બાદશાહત બનાવી લીધી, જે હવે ખતરામાં જોવા મળી રહી છે. 


ઈંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 144 અને બીજી ઈનિંગમાં 142 રન બનાવીને સ્ટીવ સ્મિથે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ચોથા સ્થાનથી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ભારતીય ખેલાડી ચેતેશ્વર પૂજારા ચોથા સ્થાને ખસી ગયો છે. સ્ટીવ સ્મિથ એકવાર ફરી ટેસ્ટ રેન્કિંગમાં 900 પોઈન્ટથી આગળ નિકળી ગયો છે. 


આ મુકાબલા પહેલા સ્ટીવ સ્મિથના રેન્ટિંગ પોઈન્ટ 857 હતા જે હવે 903 થઈ ગયા છે. એક મેચમાં સ્ટીવ સ્મિથે 46 રેટિંગ પોઈન્ટ હાસિલ કર્યાં છે. તેવામાં એકવાર ફરી લાગી રહ્યું છે કે તે ટેસ્ટ ક્રિકેટનો બાદશાહ બની જશે. વિરાટ કોહલી હાલમાં 922 પોઈન્ટની સાથે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર એક પર છે. તો 913 પોઈન્ટની સાથે કેન વિલિયમસન બીજા સ્થાન પર છે. 


દુલીપ ટ્રોફી માટે ટીમની જાહેરાત, શુભમન ગિલને ઈન્ડિયા બ્લૂની કમાન 

વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથના પોઈન્ટથી માત્ર 19 પોઈન્ટનું અંતર છે. જો સ્ટીવ સ્મિથ 14થી 18 ઓગસ્ટ વચ્ચે લોર્ડ્સમાં રમાનારી એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં એક મોટી ઈનિંગ રમે તો તે વિરાટ કોહલીને પાછળ છોડી શકે છે, કારણ કે ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ ટેસ્ટ મેચ 22 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમશે. 


આઈસીસી ટેસ્ટ રેન્કિંગ (બેટ્સમેન)


વિરાટ કોહલી - 922 પોઈન્ટ


કેન વિલિયમસન - 913 પોઈન્ટ


સ્ટીવ સ્મિથ - 903 પોઈન્ટ


ચેતેશ્વર પૂજારા - 881 પોઈન્ટ


હેનરી નિકોલસ - 778 પોઈન્ટ