લંડનઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી છે સ્ટીવ સ્મિથે 9 જૂને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વિશ્વ કપ 2019ની મેચમાં વિરાટ કોહલીના 'lovely gesture'ની પ્રશંસા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વર્ષના પ્રતિબંધ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરેલા સ્ટીવ સ્મિથને બોલ ટેમ્પરિંગને કારણે શરમમાં મુકાવુ પડ્યું હતું. પરંતુ વાપસી બાદ સ્મિથે શાનદાર પ્રદર્શન કર્યું, અને પોતાના ફેન્સનું દિલ જીતવાનો પ્રયત્ન કર્યો છે. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાએ 36 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 


આ મેચ દરમિયાન એક એવો સમય આવ્યો જ્યારે સ્ટીવ સ્મિથ ફીલ્ડિંગ કરી રહ્યો હતો તો ભારતીય ફેન્સે તેને ચીટર કહ્યો. આ દરમિયાન વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો. તેવામાં વિરાટે ફેન્સને ઇશારો કર્યો કે તમે આમ ન કરો પરંતુ તાળીઓ પાડો. આ માટે વિરાટે સ્મિથને માફી માગી હતી. હવે સ્મિથે તે ઘટાને લઈને નિવેદન આપ્યું છે. 


સ્ટીવ સ્મિથે કહ્યું, 'ઈમાનદારીથી કહું તો મને તે વાતથી ફેર પડતો નથી કે દર્શક શું કરી રહ્યાં છે. હું આ તમામ વસ્તુને નજરઅંદાજ કરુ છું. પરંતુ વિરાટ કોહલી દ્વારા તેને રોકવા સારૂ લાગ્યું. મહત્વનું છે કે મેદાન વચ્ચે બંન્નેએ હાથ મિલાવ્યો હતો.'