કોલકત્તાઃ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ (Saurav Ganduli) કહ્યું કે, તે વિરાટ કોહલી (Virat Kohli) અને સ્ટીવ સ્મિથની (Steve Smith) તુલના કરવા ઈચ્છતા નથી. તેમણે કહ્યું કે, કોહલી હજુ પણ વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે, જ્યારે સ્મિથનો રેકોર્ડ બોલે છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્મિથે એશિઝ-2019મા (Ashes 2019) 110ની એવરેજથી પાંચ મેચોની સાત ઈનિંગમાં 774 રન બનાવ્યા હતા. સ્મિથ પોતાના શાનદાર રેકોર્ડની મદદથી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તુલના પર શું કહ્યું ગાંગુલીએ
બંન્નેની તુલના પર ગાંગુલીએ કોલકત્તામાં મીડિયા સાથે વાત કરતા કહ્યું, 'આ તે સવાલ છે, જેનો જવાબ ન આપી શકાય. વિરાટ આ સમયે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તેથી અમે તેનાથી ખુશ છીએ.' સ્મિથ વિશે પૂછવા પર કહ્યું, 'તેનો રેકોર્ડ બોલે છે. 26 ટેસ્ટ સદી ફટકારવી એક અદ્ભુત રેકોર્ડ છે.'


ધોની હજુ પણ મહત્વપૂર્ણ
ગાંગુલી આ સમયે બંગાળ ક્રિકે સંઘ (કેબ)ના અધ્યક્ષ છે. આ સાથે તે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમની સાથે સલાહકારના રૂપમાં જોડાયેલો છે. પૂર્વ ભારતીય કેપ્ટને ધોનીના ભવિષ્યને લઈને કહ્યું, 'મને ખ્યાલ નથી કે પસંદગીકાર શું વિચારે છે અને વિરાટનો શું વિચાર છે. તે (ધોની) મહત્વપૂર્ણ વ્યક્તિ છે અને તેને નિર્ણય લેવા દો.'

ક્રિકેટ જગતે પીએમ મોદીને આપી જન્મદિવસની શુભેચ્છા, આ ક્રિકેટરોએ કર્યું ટ્વીટ 


આફ્રિકા વિરુદ્ધ ભારત મજબૂત
ગાંગુલીએ આ સાથે કહ્યું કે, ભારત પોતાના ઘરમાં આફ્રિકા વિરુદ્ધ ટી20 અને ટેસ્ટ સિરીઝ જીતવાનું દાવેદાર છે. તેમણે કહ્યું, 'ભારત પ્રબળ દાવેદાર છે. ઘરમાં ભારત એક શાનદાર ટીમ છે અને તેને હરાવવી મુશ્કેલ છે. આ ઘણા વર્ષોથી ચાલ્યું આવે છે.'