નવી દિલ્હીઃ Zee News Sting Operation: ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ના મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા મંગળવારે Zee News ના સ્ટિંગ ઓપરેશનમાં પસંદગી સાથે જોડાયેલા મામલામાં કથિત રીતે ખુલાસો કરવાને કારણે વિવાદમાં ફસાયા છે. બીસીસીઆઈએ હાલમાં ચેતન શર્માને બીજીવાર પસંદગી સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેમને હટાવી દેવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેતન શર્માએ લગાવ્યો મોટો આરોપ
ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કથિત રીતે કોચ રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીની સાથે વાતચીતનો પણ ખુલાસો કર્યો છે. ચેતન શર્માએ આરોપ લગાવ્યો કે ખેલાડી 80થી 85 ટકા ફિટ હોવા છતાં પ્રોફેશનલ ક્રિકેટમાં જલદી વાપસી માટે ઈન્જેક્શન લે છે. 


આ પણ વાંચોઃ સૌરવ ગાંગુલી VS વિરાટ કોહલી: કેપ્ટનશિપ છીનવવામાં કોની હતી સૌથી મોટી ભૂમિકા?


ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામેની ટી20I શ્રેણીમાં બુમરાહની વાપસીને લઈને તેની અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે મતભેદો હતા. બુમરાહ હાલમાં ટીમની બહાર છે અને ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટની બોર્ડર ગાવસ્કર ટ્રોફી અને ત્યારપછીની ત્રણ વનડે શ્રેણીમાં સામેલ થવાની શક્યતા નથી.


ચેતન શર્માએ આરોપ લગાવ્યો કે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી વચ્ચે અહમની લડાઈ હતી. Zee News એ આ વિશે જ્યારે ચેતન શર્મા સાથે સંપર્ક કર્યો તો તે ટિપ્પણી માટે ઉપલબ્ધ નહોતા. 


આ પણ વાંચોઃ ટીમ ઇન્ડીયાના ખેલાડીઓનો ઇંજેક્શનવાળો, તપાસ થઇ તો બરબાદ થઇ પ્લેયર્સનું કેરિયર!


આ વચ્ચે ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કહ્યું, જાણવા મળ્યું કે બીસીસીઆઈ આ મુદ્દા પર ધ્યાન આપી રહ્યું છે કારણ કે રાષ્ટ્રીય પસંદગીકાર કરારથી જોડાયેલા હોય છે અને તેને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી હોતી નથી. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ગોપનીયતાની શરત પર પીટીઆઈને કહ્યું- બીસીસીઆઈ સચિવ જય શાહ ચેતન શર્માના ભવિષ્યને લઈને નિર્ણય કરશે. પ્રશ્ન તે ઉઠે છે કે શું ટી20 કેપ્ટન હાર્દિક પંડ્યા અને વનડે તથા ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા તે જાણે છે કે ચેતન આંતરિક ચર્ચાઓનો ખુલાસો કરી શકે છે, તેની સાથે પસંદગીની બેઠકમાં બેસવા ઈચ્છશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube