કોરોનાનો કહેરઃ આઈપીએલ પર સંકટ, પરંતુ તૈયારી કરી રહ્યો છે આ વર્લ્ડ ચેમ્પિયન ઓલરાઉન્ડર
ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે આઈપીએલની આશા છોડી નથી. 28 વર્ષનો આ ધુરંધર પોતાની તૈયારી કરી રહ્યો છે.
નવી દિલ્હીઃ તે જાણવા છતાં કે કોરોના મહામારીના કારણે આઈપીએલ-2020 રદ્દ થઈ શકે છે પરંતુ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે આશા છોડી નથી. 28 વર્ષનો આ ધુરંધર પોતાની તૈયારી કરી રહ્યો છે. ટોક્યો ઓલિમ્પિક પણ સ્તગિત કરી દેવામાં આવી છે. બીજી તરફ કોરોનાનો સામનો કરવા માટે 21 દિવસના લૉકડાઉનની જાહેરાત બાદ હવે બીસીસીઆઈ પર આઈપીએલ રદ્દ કરવાનો દબાવ વધી ગયો છે.
આઈપીએલની 13મી સિઝન 29 માર્ચથી મુંબઈમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સના મુકાબલાની સાથે શરૂ થવાની હતી. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે ટી20 લીગને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે. વિશ્વમાં તેનાથી 19 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે.
બેન સ્ટોક્સે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું, હાલ મારી આગામી પ્રોફેશનલ ક્રિકેટ- આઈપીએલ થવાની છે. સ્ટોક્સ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે. તેણે કહ્યું, મને લાગે છે કે હું 20 એપ્રિલે રમીશ. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પાછલા સપ્તાહે કહ્યું હતું કે, કાઉન્ટી સિઝન ઓછામાં ઓછી મેના અંત સુધી શરૂ થશે નહીં. જ્યારે ઈંગ્લેન્ડ અને શ્રીલંકાનો પ્રવાસ પણ કોરોનાને કારણે સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની આ સ્ટાર ક્રિકેટર 6 મહિના માટે બહાર, જાણો કારણ
ભારતમાં કોરોનાના 600થી વધુ મામલા આવ્યા છે. અત્યાર સુધી 15 લોકોના મોત થયા છે. 14 એપ્રિલ સુધી દેશમાં લૉકડાઉન રાખવામાં આવ્યું છે. હાલની સ્થિતિ જોતા આઈપીએલને રદ્દ કરવી પડી શકે છે.
પરંતુ સ્ટોક્સે કહ્યું કે, જો આઈપીએલ યોજાઇ તો તૈયાર થવા માટે તેણે પોતાની ફિટનેસ પર કામ કરવું પડશે. તેણે ક્યું, હું તૈયાર થવા માટે 3 સપ્તાહની રજા ન લઈ શકું અને તે આશા ન રાખી શકું કે 20 એપ્રિલ માટે ફિટ રહીશ. આઈપીએલ રમાઇ શકે છે, જો તેમ થાય તો હું પાછળ રહેવા ઈચ્છતો નથી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube