બેંગલુરૂઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનના 42માં મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો મુકાબલો કિંગ્સ ઈલેવન પંજાબ સામે થવાનો છે. વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે આ મેચ કરો યા મરો વાળો હશે, તો આર. અશ્વિનની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબ માટે પ્લેઓફના સમીકરણ એટલા સારા રહ્યાં નથી. તેવામાં બંન્ને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિંગ્સ ઈલેવન પંજાબ હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં સામેલ નથી અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર તો અંતિમ સ્થાન પર છે. કિંગ્સ ઈલેવન પંજાબના ખાતામાં 10 પોઈન્ટસ છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ખાતામાં 6 પોઈન્ટ્સ છે. આરસીબીએ ગત મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને એક રનથી હરાવ્યું અને કિંગ્સ ઈલેવન પંજાબનો દિલ્હી સામે પરાજય થયો હતો. ગત મેચમાં એમએસ ધોનીની આક્રમક બેટિંગ છતાં એક રને વિજય મેળવ્યા બાદ આરબીસીનો આત્મવિશ્વાસ વધ્યો હશે. વિરાટ કોહલીની ટીમ આગળ પણ આવું પ્રદર્શન જાળવી રાખવા ઈચ્છશે.


એબી ડિવિલિયર્સ અને વિરાટ કોહલી માટે આ સિઝન સામાન્ય રહી છે. તે બંન્ને મોટી ઈનિંગ રમવા માટે પ્રયત્ન કરશે. કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ પ્રથમ રાઉન્ડના મેચમાં ડિવિલિયર્સે નોટઆઉટ 59 અને કોહલીએ 67 રન બનાવ્યા હતા. ડેલ સ્ટેન આવ્યા છતાં બેંગલોરની બોલિંગ ચિંતાનો વિષય છે. ગત મેચમાં ધોનીએ જીત માટે 162 રનના લક્ષ્યનો પીછો કરતા ઉમેશ યાદવની અંતિમ ઓવરમાં 24 રન બનાવી લીધા હતા. તે માત્ર એક રનથી ચુકી ગયું જ્યારે વિકેટકીપર પાર્થિવ પટેલે શાર્દુલ ઠાકુરને રન આઉટ કરી દીધો હતો. 


આ સિઝનમાં દસ મેચોમાંથી આરબીજી ત્રણ મેચ જીત્યું છે. કોહલી એન્ડ કંપની આ સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ વધુ એક જીતવા ઈચ્છશે જે 10 પોઈન્ટ સાથે ટેબલમાં પાંચમાં સ્થાન પર છે. આર. અશ્વિનની ટીમને ગત મેચમાં દિલ્હી કેપિટલ્સે પરાજય આપ્યો હતો. હવે ક્રિસ ગેલ, કેએલ રાહુલ અને ડેવિડ મિલર રોયલ ચેલેન્જર્સ બેંગોરની નબળી બોલિંગનો ફાયદો ઉઠાવીને મોટો સ્કોર બનાવવા ઈચ્છશે. મોહમ્મદ શમી અને કિંગ્સ ઇલેવન પંજાબ માટે સર્વશ્રેષ્ઠ બોલર રહ્યાં છે અને તેની પાસેથી સારા પ્રદર્શનની આશા હશે.