ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝન સસ્પેન્ડ થયા પછી રાજસ્થાન રોયલ્સના ઝડપી બોલર ચેતન સાકરિયા પોતાના વતન ભાવનગર પહોંચી ગયો છે. IPL-14માં શાનદાર બોલિંગ કરનારા ચેતનના પિતા કોરોના સામે જંગ લડી રહ્યા છે. તે હોસ્પિટલમાં દાખલ છે. ભાવનગર પહોંચ્યા પછી તે મહત્તમ સમય હોસ્પિટલમાં જ પસાર કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


કોરોના વિરુદ્ધ નિર્ણાયક લડત લડી રહેલા ભારત માટે કમલા હેરિસે આપ્યું મોટું નિવેદન


PPE કિટ પહેરી પિતાને જોવા માટે પહોંચ્યો:
ચેતન સાકરિયાએ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે હું લકી છું કે મને રાજસ્થાન રોયલ્સના કેટલાંક દિવસ પહેલાં જ પોતાના ભાગના પૈસા મળ્યા છે. મેં તે પૈસા ઘરે ટ્રાન્સફર કરી દીધા છે. જે આ મુશ્કેલીના સમયે મારા પરિવારના કામમાં આવ્યા. સાકરિયા ઘરે પહોંચ્યા પછી પીપીઈ કિટ પહેરીને પોતાના પિતાને જોવા માટે હોસ્પિટલ ગયો. ચેતન સાકરિયાને ગયા અઠવાડિયે ખબર પડી હતી કે તેના પિતા કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે.


પિતાની સારવાર માટે IPLની કમાણી લગાવી દેશે:
સાકરિયાએ કહ્યું કે તે પોતાના પિતાની સારી સારવાર માટે IPL 2021ની બધી કમાણી લગાવી દેશે. ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્સે આ વર્ષે ઓક્શનમાં 1.2 કરોડમાં ખરીદ્યો હતો.


IPLએ બદલ્યું મારું જીવન:
ચેતન સાકરિયાએ કહ્યું કે હું મારા પિતાને સારી સારવાર ક્રિકેટ અને IPLમાંથી કમાયેલા પૈસાથી આપી રહ્યો છું. જો આ ટુર્નામેન્ટ 1 મહિનો પણ ન થઈ હોત તો મારા માટે મોટી આફત આવી જાત. હું ગરીબ પરિવારમાંથી આવુ છું. મારા પિતાએ આખી જિંદગી ટેમ્પો ચલાવ્યો. આ IPL જ છે, જેના કારણે મારું જીવન બદલાયું.


પિતાની બીમારીથી ચિંતિંત:
ચેતન જ્યારથી ઘરે પહોંચ્યો છે ત્યારથી તે મહત્તમ સમય હોસ્પિટલમાં પસાર કરે છે. સવારે 9થી બપોરના 2 સુધી તે હોસ્પિટલની બેંચ પર બેસે છે. સાકરિયા પોતાના પિતાને લઈને ચિંતિંત છે. તેના પિતા ડાયાબિટીસના દર્દી છે.


પિતા ચલાવતા હતા ટેમ્પો:
સાકરિયા IPLની છેલ્લી સિઝનમાં રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરની સાથે નેટ બોલર તરીકે જોડાયો હતો. ડાબા હાથના ઝડપી બોલર સાકરિયા સૌરાષ્ટ્રના નાનકડા ગામમાંથી આવે છે. તેના ઘરની આર્થિક સ્થિતિ સારી નથી. એક સમય હતો જ્યારે સાકરિયાના પિતા ટેમ્પો ચલાવતા હતા. બે વર્ષ પહેલાં તેમણે આ નોકરી છોડી દીધી. ચેતન સાકરિયાના ઘરમાં 5 વર્ષ પહેલાં ટીવી પણ ન હતું. તે મેચ જોવા માટે પોતાના મિત્રના ઘરે જતો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube