એશિયન પરિસ્થિતિ મુશ્કેલ, પરંતુ વિરાટની ટીમ માટે અમે તૈયારઃ એરોન ફિન્ચ
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે ગુરૂવારે કહ્યું કે, એશિયાની પ્રરિસ્થિતિનો પ્રવાસ કરનારી ટીમના ખેલાડી પોતાની ક્ષમતા પર શંકા કરવા લાગે છે, પરંતુ તેની ટીમની સાથે આમ નથી.
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે (aaron finch) ગુરૂવારે કહ્યું કે, ઉપમહાદ્વિપની પરિસ્થિતિઓનો પ્રવાસ કરનારી ટીમના ખેલાડી પોતાની ક્ષમતા પર શંકા કરવા લાગે છે, પરંતુ તેની ટીમની સાથે તેમ નથી. તેણે કહ્યું- ભારતમાં આગામી ત્રણ મેચોની વનડે સિરીઝમાં તેનો ઇરાદો વિરાટ કોહલીની ટીમને તેની જમીન પર પરાજય આપવાનું છે. ઓસ્ટ્રેલિયાએ ભારતમાં 12 મહિના પહેલા પાંચ મેચોની વનડે સિરીઝમાં વાપસી કરતા 3-2થી જીત મેળવી હતી.
આગામી સિરીઝ મુંબઈમાં 14 જાન્યુઆરીથી થશે. ફિન્ચે ટીમની રવાનગી પહેલા 'ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂ'ને પાછલા વર્ષે ભારતમાં સિરીઝમાં થયેલી જીત વિશે વાત કરતા કહ્યું, 'તેનાથી તમને વિશ્વાસ મળે છે કે તે પરિસ્થિતિમાં અમારી રણનીતિ ખુબ સારી હતી.' તેણે કહ્યું, 'જ્યારે તમે ઉપમહાદ્વીપમાં રમો છો તો તમે તમારી રણનીતિ પર શંકા કરવાનું શરૂ કરી દો છો કારણ કે ઘરેલૂ ટીમ એટલો દબદબો બનાવી લે છે અને તમારા પર હાવી થઈ જાય છે. ભારત, પાકિસ્તાન હોય કે પછી શ્રીલંકા. તે તમારી ક્ષમતા પર શંકા કરાવી દે છે.'
IND vs SL 3rd T20I: ત્રીજી ટી20 પહેલા ભારતની સામે પદંસગીનો પડકાર
ઓસ્ટ્રેલિયાની સીમિત ઓવર ટીમના કેપ્ટને કહ્યું, 'તે જાણીને કે અમારી રણનીતિ સારી છે અને અમારા ખેલાડીઓમાં એટલી ક્ષમતા છે કે અમે ભારતને તેના ઘરમાં કરાવી શકીએ તેથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય છે.' બીજી વનડે મેચ રાજકોટમાં 17 જાન્યુઆરી અને ત્રીજી મેચ 19 જાન્યુઆરીએ બેંગલુરૂમાં રમાશે. ફોર્મમાંચ ચાલી રહેલ માર્નસ લાબુશેન ભારત વિરુદ્ધ પોતાનું વનડે પર્દાપણ કરવા તૈયાર છે.
તેણે હાલમાં ટેસ્ટમાં પર્દાપણ કરતા શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયન વનડે ટીમમાં ઘણા ફેરફાર થયા છે, જેમાં અનુભવી બેટ્સમેન ગ્લેન મેક્સવેલ, શોન માર્શ, ઉસ્માન ખ્વાજા અને નાથન લિયોનને સામેલ કર્યાં નથી. મુખ્ય કોચ જસ્ટિન લેંગરે આરામ કરવાનો નિર્ણય કર્યો છે અને સહાયક કોચ એંડ્રૂયૂ મેકડોનાલ્ડ ભારતમાં ટીમનું માર્ગદર્શન કરશે.
SA vs ENG: ઈંગ્લેન્ડને મોટો ઝટકો, આફ્રિકા વિરુદ્ધ સિરીઝમાંથી બહાર થયો એન્ડરસન
ઓસ્ટ્રેલિયાની ટીમ આ પ્રકારે છેઃ એરોન ફિન્ચ (કેપ્ટન), એશટન અગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, પીટર હૈંડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, માર્નસ લાબુશે,ન કેન રિચર્ડ્સન, ડાર્સી શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, એશટન ટર્નર, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube